Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
‘વંદિત્તુ’ સૂત્ર ૦ ૧૮૧
ચૌદ રાજ પ્રમાણલોકમાં રહેલા જીવસમૂહનું પીડાઓથી રક્ષણ કરવારૂપ ગુણને કરનારું છે માટે ગુણવ્રત–(ધર્મ સંગ્રહ ભાગ ૧, પૃ. ૬૧૯).
પાંચ અણુવ્રતો ‘મૂલગુણ' છે. તેમાં છઠ્ઠુ, સાતમું અને આઠમું વ્રત ‘ગુણવ્રત’ તરીકે ઓળખાય છે. નિવે−[નિન્દ્રામિ]-હું નિંદુ છું.
(૧૯-૪) મળસ્ક ય પરિમાળે વિસાસુ-ગમન-સંબંધી દિક્પરિમાણ
વ્રતને વિશે.
પછીનાં સાત વ્રતો ‘ઉત્તરગુણ’ છે. મૂળગુણની પુષ્ટિ કરનારું હોઈને
ગૃહસ્થ-જીવનને સંયમ અને સાત્ત્વિકતા ભણી લઈ જવા માટે પરિગ્રહનું પરિમાણ જેમ આવશ્યક છે, તેમ દિશાઓનું પરિમાણ પણ આવશ્યક છે. જો એની મર્યાદા નક્કી કરેલી ન હોય તો ગમે ત્યાં અને ગમે તેટલે દૂર સુધી જવાનું મન થાય છે. પરિણામે જીવનમાં સ્થિરતા અને શાંતિનો જે અનુભવ થવો જોઈએ, તે થતો નથી. એથી શ્રાવકધર્મમાં ‘દિક્પરિમાણ-વ્રત'ને ખાસ સ્થાન આપવામાં આવ્યું છે.
‘સાધુઓને આવું કોઈ વ્રત નથી, તો શ્રાવકને આવું વ્રત શા માટે હશે ?' એ પ્રશ્નનો ઉત્તર એ છે કે સાધુ તો પંચમહાવ્રતધારી અને સર્વસાવદ્યવ્યાપારના ત્યાગી છે, તેથી તેમને આ દરિમાણાદિ ગુણવ્રતો લેવાની કોઈ જરૂર નથી. પરંતુ ગૃહસ્થો સ્કૂલ વ્રતધારી હોઈને, તેમનાં એ વ્રતોની વિશુદ્ધિ ઉત્તરોત્તર વધતી જાય, તે માટે બીજાં સાત વ્રતોની યોજના કરવામાં આવી છે, જેમાં આ વ્રત પહેલું છે. સાધુઓ ગમે ત્યાં જાય પણ તેમને આરંભ સમારંભ કરવાનો હોતો નથી, જ્યારે ગૃહસ્થને દિશાની મર્યાદા ખુલ્લી હોય તો ત્યાં જઈને નવી પ્રવૃત્તિ કરવાનું, નવો આરંભસમારંભ કરવાનું દિલ થાય છે તેથી તેની મર્યાદા કરવાનું આવશ્યક છે.
આ વ્રતમાં સઘળી દિશાઓમાં કેટલા અંતરથી વધારે દૂર ન જવું તે નક્કી કરવામાં આવે છે. તેથી જો વધારે અંતર સુધી ગમન કરવામાં આવે તો વ્રતનો ભંગ થાય છે, પરંતુ ભૂલથી તેમ થયું હોય તો અતિચાર લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org