Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૧૮૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
૩છું દે.....સડું-અન્તરદ્ધા-ઊર્ધ્વપ્રમાણાતિક્રમ, અધ:પ્રમાણાતિક્રમ, તિર્યક્ટમાણાતિક્રમ, ક્ષેત્ર-વૃદ્ધિ અને મૃત્યન્તર્ધાન એ પાંચ અતિચારોને.
૧. “ઊર્ધ્વદિપ્રમાણાતિક્રમ'-ઊંચે જવા માટેનું જે પ્રમાણ નક્કી કર્યું હોય તેનો અતિક્રમ થાય, તે “ઊર્ધ્વદિપ્રમાણાતિક્રમ'.
૨. “અધઃદિપ્રમાણાતિક્રમ'-નીચે જવા માટેનું જે પ્રમાણ નક્કી થયું હોય તેનો અતિક્રમ થાય, તે “અધાદિષ્પમાણાતિક્રમ'.
૩. “તિર્યદિકુ-પ્રમાણાતિક્રમ'-ઉત્તર, પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ દિશાઓમાં જવા માટેનું જે પ્રમાણ નક્કી કર્યું હોય તેનો અતિક્રમ થાય, તે “તિર્યદિપ્રમાણતિક્રમ.'
૪. “ક્ષેત્ર-વૃદ્ધિ-ઉપ૨, નીચે તથા ચારે દિશામાં અમુક અંતરથી વધારે દૂર ન જવાની મર્યાદા નક્કી કરી હોય, તેમાં એક દિશાનું માપ ઘટાડીને બીજી દિશાનું માપ વધારવું, તે “ક્ષેત્ર-વૃદ્ધિ' નામનો અતિચાર છે.
૫. “મૃત્યન્તર્ધાન'-ગમન શરૂ કર્યા પછી એ વાત યાદ જ ન આવે કે હું કેટલે દૂર આવ્યો ?” અથવા “આ દિશામાં મારે કેટલા અંતરથી વધારે દૂર ન જવાનો નિયમ છે ?' તો તે “મૃત્યન્તર્ધાન' નામનો અતિચાર છે.
પઢમષ્ણ ગુણવ્રણ નિંદે-પ્રથમ ગુણવ્રતને વિશે હું નિંદું છું.
(૧૯-૫) હવે છઠ્ઠા ગુણવ્રતને વિશે લાગેલાં અતિચારોનું પ્રતિક્રમણ કરવામાં આવે છે. અહીં પ્રમાદના પ્રસંગથી કે ક્રોધાદિ અપ્રશસ્ત ભાવનો ઉદય થવાથી દિક્પરિમાણ (પ્રથમ) ગુણવ્રત વિશેના અતિચારોની આલોચના કરું છું. તેમાં (૧) ઊર્ધ્વદિષ્પમાણાતિક્રમ, (૨) અધરદિફપ્રમાણાતિક્રમ, (૩) તિર્યદિ-પ્રમાણાતિક્રમ (૪) શ્રેત્રવૃદ્ધિ અને (૫) મૃત્યન્તર્ધાન-એ પ્રમાણે છઠ્ઠા વ્રતના (પાંચ) અતિચાર વિશે દિવસ દરમિયાન (જે કાંઈ અશુભ કર્મ બંધાયાં હોય) તે સર્વેથી હું પાછો ફરું છું.
અવતરણિકા-ભોગોપભોગ*- પરિમાણ (નામનું બીજું) ગુણવ્રત બે
+ અવ્યયોના અનેક અર્થો થતા હોવાથી આવશ્યકસૂત્રની વ્યાખ્યા પ્રમાણે ત્યાં
જણાવેલા પરિભોગ પદનો અને અહીં જણાવતાં ઉપભોગ પદનો અર્થ એક જ થયો, જેથી આવશ્યકસૂત્રમાં ૩વમાન પરિમોટવણ એવું આ વ્રતનું નામ આપેલું હોવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org