Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
વંદિતુ સૂત્ર ૧૭૯
'
અતિચારગણનાના પ્રસંગમાં પણ તે ધનધાન્યાદિ નવ પ્રકારની જ પસંદગી કરવામાં આવી છે. નવ પ્રકારના પરિગ્રહમાંથી બન્નેનાં ચાર જોડકાં બનાવી કુષ્યને જુદું રાખવામાં આવ્યું છે, અને તે રીતે અતિચારોની સંખ્યા આગળનાં બધાં અણુવ્રતોના અતિચારોની જેમ પાંચની જાળવી રાખવામાં આવી છે.
(૧૮-૫) (૧) ધન-ધાન્યનું, (૨) ક્ષેત્રવાસ્તુનું (૩) સોના-રૂપાનું, (૪) સોના, રૂપા સિવાયની તમામ અજીવ ઘરવખરીનું અને (૫) માણસો, પક્ષીઓ તથા પશુઓનું-પ્રમાણ ઓળંગતાં, (અતિક્રમણ કર્યું હોય)-એ પ્રમાણે પાંચમા વ્રતના (પાંચ) અતિચાર વિશે દિવસ દરમિયાન જે કાંઈ અશુભ કર્મ બંધાયાં હોય) તે સર્વેથી હું પાછો ફરું છું.
અવતરણિકા પહેલાં જણાવી ગયા, તે પાંચ અણુવ્રતો શ્રાવકધર્મરૂપી વૃક્ષનાં મૂળ સમાન હોવાથી મૂળ ગુણો કહેવાય છે. એ મૂળગુણોને પુષ્ટિ કરે એવાં સાતેય વ્રતો ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત-એ શ્રાવક ધર્મરૂપી વૃક્ષની શાખા, પ્રશાખા સમાન હોવાથી ઉત્તર ગુણો કહેવાય છે.
હવે દિક્પરિમાણરૂપ (પ્રથમ) ગુણવ્રત નામના છઠ્ઠા વ્રતનું સ્વરૂપ અને પ્રમાદવશાત્ તે વ્રતમાં લાગેલા પાંચ અતિચારોનું પ્રતિક્રમણ જણાવાય છે.
(૧૯-૩) પારસ-[મન]]-ગમનના, જવા આવવાના. -[૨] અને. પરિમા -[પરિમાળ]-પરિમાણને વિશે, માપને વિશે. તિસાસુ-[રિણું-દિશાઓમાં.
વિદિશા, તેમના વિશે. મુખ્ય દિશાઓ ચાર છે : “ઉત્તર, પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ'. તેમાં “અગ્નિ, ઈશાન, નૈત્ર8ત્ય અને વાયવ્ય' એ ચાર ખૂણાઓ અને ઊર્ધ્વ દિશા” તથા “અધોદિશા' ઉમેરતાં તેની સંખ્યા દસની થાય છે. પ્રકારાન્તરે તેની સંખ્યા ત્રણની પણ થાય છે. ઊર્ધ્વ, અધઃ, અને તિર્લફ, ઉત્તરાદિ ચાર દિશાઓ એ તિર્યદિશાઓ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org