Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
વંદિતુ સૂત્ર ૦ ૧૭૧ ૧. “અપરિગૃહીતાગમન'-જે પરણેલી હોય તે પરિગૃહતા, જે પરણેલી ન હોય તે “અપરિગૃહીતા'. એટલે કન્યાઓ અને લગ્ન નહિ કરનારી સ્ત્રીઓ “અપરિગૃહીતા' કહેવાય છે. વિધવાઓ એક વખત પરિગૃહીતા થયેલી છે છતાં તેનો સ્વામી હયાત નહિ હોવાથી તે પણ અપરિગૃહીતા છે. તેની સાથે ગમન કરવું, તે “અપરિગૃહીત-ગમન'.
૨. “ઇવરગૃહીત-ગમન-ઈવર' એટલે થોડો કાળ; તે માટે પ્રહણ કરવામાં આવેલી સ્ત્રી તે “ઇત્વગૃહીતા'; એટલે લગ્ન ન કરતાં અમુક સમય માટે પગાર યા બીજા કોઈ પણ કારણે જે સ્ત્રીઓ પુરુષો પાસે રહેતી હોય, તે “ઇવરગૃહીતા' કહેવાય. તેની સાથે ગમન કરવું, તે “ઇવરગૃહીત-ગમન'.
૩. “અનંગ-ક્રીડા'-“અનંગ' એટલે કામ, તેને જગાડનારી વિવિધ ક્રીડા, તે “અનંગ-ક્રીડા”.
૪. “પરવિવાહ-કરણ-પોતાનાં છોકરા-છોકરી કે આશ્રિત સિવાય પરના-બીજાના વિવાહ આદિ કરવા, તે “પરવિવાહ-કરણ”.
૫. “તીવ્ર અનુરાગ”-વિષયભોગ કરવાની અત્યંત આસક્તિ, તે તીવ્ર-અનુરાગ'.
વડO-વર્સિ-રે-[વાર્થ-બૃત તિવીરન]-ચોથા વ્રતના અતિચારોને.
પડિ સ -પૂર્વવત્.
(૧૬-૪) અપરિદિગા.......વયમ્સ-રૂમારે-અપરિગૃહીત-ગમન, ઇત્વગૃહીત-ગમન, અનંગક્રીડા, પરવિવાહ-કરણ અને કામભોગની તીવ્ર આસક્તિ વડે લાગેલા ચોથા વ્રતના અતિચારોને.
વિષયના વમળમાંથી બહાર નીકળ્યા વિના આત્માનું અમૃત પ્રાપ્ત થતું નથી. તે જ કારણે બ્રહ્મચર્યનો મહિમા અપૂર્વ છે. શું પુરુષ કે શું સ્ત્રી, જે કોઈ મન, વચન અને કાયાથી શુદ્ધ બ્રહ્મચર્ય પાળે છે, તે વ્રત, નિયમ, જપ અને તપમાં શ્રેષ્ઠ છે. સાચા બ્રહ્મચારી ભાગ્યવાન છે. અનેક જન્મના સુસંસ્કારોની મૂડી ભેગી થઈ હોય તો જ તે સ્થિતિ પ્રાપ્ત કરી શકાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org