Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
વંદિતુ સૂત્ર ૦ ૧૭૫ અમર્યાદિત પરિગ્રહ મહાપાપનું કારણ છે, કારણ કે તેને મેળવવામાં અને સાચવવામાં બહુધા બધાં જ પાપસ્થાનકોનો આશ્રય લેવો પડે છે. પરિગ્રહ અમર્યાદિત હોય, એટલે પ્રવૃત્તિઓ-આરંભ-સમારંભો પણ અમર્યાદિત હોય છે. તેથી હિંસાનું સેવન મોટા પ્રમાણમાં થાય છે. વળી પરિગ્રહમાં મૂછિત થયેલો જીવ અનેક વાર જૂઠું બોલે છે, કોઈની અણદીધી વસ્તુ ઉપાડી લે છે અથવા તો રાજ્યના કરો છુપાવે છે, લોકોને છેતરે છે, તે માટે તેમની સાથે નિરર્થક ઝઘડા કરે છે, યુક્તિઓ રચે છે અને પ્રપંચો પણ અજમાવે છે. પરિગ્રહની મૂછને લીધે જ તેવા જીવો માતા-પિતા, મુરબ્બીઓ અને વડીલોનો સંબંધ ભૂલી જાય છે; ભાઈ-ભગિની, પત્ની-પરિવાર કે સ્વજન-મિત્રના સંબંધને વીસરી જાય છે, અને ન કરવાનાં અનેક કૃત્યો કરી બેસે છે. ઇતિહાસને પાને એવા અનેક દાખલાઓ નોંધાયેલા છે કે જ્યારે માણસે રાજ્ય-લોભ કે અમર્યાદિત ધન-લાલસાને કારણે પિતાને કેદમાં પૂર્યો હોય, ઝેર દીધું હોય કે તેનું ખૂન કર્યું હોય, માતાને મારી નાખી હોય, પત્નીએ પતિને કે પતિએ પત્નીને જીવતી સળગાવી દીધી હોય અને હૈયાંછોકરાં તથા સ્વજન-પરિવારને સદંતર તરછોડ્યો હોય, એટલે અમર્યાદિત પરિગ્રહ એ પતનનું નિશ્ચિત કારણ છે અને તેની મર્યાદા કે તેના ત્યાગ વડે જ સદ્ગુણો કે સદ્ધર્મની પ્રાપ્તિ થઈ શકે છે.
(૧૭-૫) હવે પાંચમાં અણુવ્રતને વિશે લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરવામાં આવે છે. અહીં પ્રમાદના પ્રસંગથી કે ક્રોધાદિ અપ્રશસ્ત ભાવનો ઉદય થવાથી (પરિમાણ-પરિચ્છેદમાં)-સ્થૂલ “પરિગ્રહ-પરિમાણ વ્રત વિશે અતિચારથી જ કાંઈ અશુભ કર્મ બંધાયું હોય તેનાથી) હું પ્રતિક્ર છું.
અવતરણિકા- હવે પાંચમા અણુવ્રતના સ્કૂિલ-પ્રતિમાણ-વ્રતના) પાંચ અતિચારો દર્શાવીને, તે પાંચેય અતિચારોનું પ્રતિક્રમણ જણાવાય છે.
(૧૮-૩) થા-થગ્ન-પિત્ત-વલ્થ-M-સુવ-દૂધન-ધાન્ય-ક્ષેત્રવાસ્તુ-રણ-સુવ–ધન-ધાન્ય-પ્રમાણાતિક્રમ, ક્ષેત્ર-વાસ્તુ-પ્રમાણાતિક્રમ, રૌખસુવર્ણ-પ્રમાણાતિક્રમ, તેના વિશે.
- ધન અને થાચ તે ધન-ધાન્ય, તેનું પ્રમાણ તે ધન-ધાન્ય-પ્રમાણ, તેનું અતિક્રમણ કરવું તે ધન-ધાન્ય-પ્રHIMાતિઝમ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org