Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૧૭૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
બ્રહ્મચર્યનો આદર્શ ઉત્તમ છે, શ્રેષ્ઠ છે, ઉપયોગી છે. પરંતુ બધાં સ્ત્રીપુરુષો તેનું સંપૂર્ણ પાલન કરી શકે તે શક્ય નથી; એટલે બ્રહ્મચર્યના અંતિમ આદર્શને લક્ષ્યમાં રાખી જેઓ દંપતી-જીવન ગુજારે છે, તેઓ પણ દેશથી બ્રહ્મચારી છે. ચોથા અણુવ્રતને ધારણ કરનારા આ દૃષ્ટિએ બ્રહ્મચારી છે. તેમાં પુરુષે પરદાર-ગમનનો ત્યાગ કરવાનો છે અને સ્ત્રીએ પરપુરુષ-ગમનનો ત્યાગ કરવાનો છે, અથવા તો પુરુષે પોતાની પરિણીત સ્ત્રીથી જ સંતોષ માનવાનો છે અને સ્ત્રીએ પોતાના વિવાહિત પતિથી જ સંતુષ્ટ રહેવાનું છે. પરદાર-ગમન-વિરતિ’ કરતાં “સ્વદારા-સંતોષ વ્રત વધારે ઊંચી કોટિનું છે, કારણ કે સ્વદારા સંતોષ–વ્રતમાં પોતાની સ્ત્રી સિવાય તમામ જાતની સ્ત્રીઓનો ત્યાગ થાય છે.* આ વ્રત ધારણ કરનારે વ્રતની મૂળ ભાવનાને
* વીચારતોષો, વર્નન વાડોષિતામ્ | श्रमणोपासकानां तच्चतुर्थाणुव्रतं मतम् ॥
ભાવાર્થ-પોતાની સ્ત્રીમાં સંતોષ અથવા પરસ્ત્રીઓનો ત્યાગ કરવો, તેને શ્રાવકોનું ચોથું અણુવ્રત કહ્યું છે.
- અ યપિતા-પરસ્ત્રી-અન્ય મનુષ્યોની પરિણીત કે (ભાડા વગેરેથી રાખેલી રખાત) સંગૃહીત સ્ત્રીઓનો ત્યાગ.
જોકે અપરિગૃહીતા દેવીઓ અને પશુસીઓ (ગાયો વગેરે જાતિઓ) પરણેલી કે રખાત સ્ત્રી તરીકે માલિકની હોતી નથી અને અમુકની સ્ત્રી છે, એવું મનાતું નથી. તો પણ તેઓ પરજાતિને (દવોને, પશુઓને) ભોગ્ય હોવાથી પરજાતિની સ્ત્રી તરીકે પરદારારૂપ માનીને તેના મૈથુનનો પણ ત્યાગ કરવો જ જોઈએ.
परदारगमणं समणोवासओ पच्चक्खाइ, सदारसंतोसं वा पडिवज्जइ, से अ परदारगमणे दुविहे पन्नते ओहालियपरदार-गमणे-वेउव्विअपरदारगमणे त्ति ॥ (श्री पच्च० કાવ૦)
ભાવાર્થ-શ્રાવક પરદાર ગમનનો ત્યાગ કરે અથવા સ્વદારા સંતોષ વ્રત ધારણ કરે. એ પરદારગમન બે પ્રકારે છે :- (૧) ઔદારિક પરદારગમન (૨) વૈક્રિય પરદારગમન ઇત્યાદિ.
ઉપલક્ષણથી “પરદારા' શબ્દથી પરપુરુષ પણ સમજવો એટલે કે-સ્ત્રીઓને પણ સ્વાતિ સિવાય અન્ય સર્વ પુરુષોનો ત્યાગ કરવો એ ચોથું અણુવ્રત સમજવું. (સ્ત્રીઓને આ ચોથા અણુવ્રતનો “સ્વપતિસંતોષ' જ એક જ પ્રકાર છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org