Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
વંદિતુ' સૂત્ર ૦ ૧૬૯
૧૭. સ્નાન વગેરે કરવા માટે પાણી આપવું, તે ઉદક. ૧૮. ઢોર વગેરે બાંધવા માટે દોરડાં આપવાં, તે રજૂ
(૧૪-૫) (૧) ચોરે લાવેલી વસ્તુ રાખી લેતાં, (૨) ચોરને ઉત્તેજન મળે તેવો વચન-પ્રયોગ કરતાં, (૩) માલમાં સેળભેળ કરતાં, (૪) રાજ્યના કાયદાઓથી વિરુદ્ધ રીતે વર્તતાં, અને (૫) ખોટાં તોલ તથા ખોટાં માપનો ઉપયોગ ત્રીજા વ્રતના (પાંચ) અતિચાર વિશે દિવસ-દરમિયાન (જ અશુભ કર્મ બંધાયાં હોય) તે સર્વેથી હું પાછો ફરું છું.
અવતરણિકા-હવે “સ્કૂલ-મૈથુન-વિરમણ' નામના ચોથા વ્રતનું સ્વરૂપ અને પ્રમાદવશાત્ તે વ્રતમાં લાગતાં પાંચ અતિચારોનું (બે ગાથાથી) પ્રતિક્રમણ જણાવાય છે.
(૧૫-૩) જે-[વતુર્થી-ચોથા (ને વિશે). મપુત્રથમી-પૂર્વવતુ. નિબં-[નિત્ય નિત્ય, સદા.
પરતા-મા-વિરફ-પિરવાર–મન-વિરતિતઃ]-પરસ્ત્રીગમન-વિરતિ થકી.
પરની ર (સ્ત્રી) તે પરત્ર. તેના પ્રત્યે મન (બદચાલ) તે પર૯મન. તેના થકી વિરતિ, તે પરદ્વાર–ન-વિરતિ. તેના થકી.
જે પોતાનું નથી તે “પર' કહેવાય. અન્ય મનુષ્યો, સઘળાં તિર્યંચો અને સઘળા દેવો એ “પર” છે. તેમની સ્ત્રીઓ સાથે વિષય-ભોગ કરતાં વિરમવું તે પરદાર-ગમન વિરતિ છે.
બ્રહ્મચર્ય બે પ્રકારનું છે : સર્વ અને દેશ. તેમાં સર્વ નારીઓ, સર્વ તિર્યંચ સ્ત્રીઓ અને સર્વ દેવીઓનો મન, વચન અને કાયાથી ત્યાગ કરવો, તે “સર્વ-બ્રહ્મચર્ય છે અને પોતાની સ્ત્રીથી જ સંતુષ્ટ રહી બાકીની બધી માનવી સ્ત્રીઓ, તિર્યંચ સ્ત્રીઓ તથા દેવીઓનો ત્યાગ કરવો, તે “દેશબ્રહ્મચર્ય છે. વ્રતધારી ગૃહસ્થ જો “સર્વ-બ્રહ્મચર્ય ન પાળી શકે તો તેણે આ પ્રકારનું ‘દેશ-બ્રહ્મચર્ય અવશ્ય પાળવાનું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org