SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ વંદિતુ' સૂત્ર ૦ ૧૬૯ ૧૭. સ્નાન વગેરે કરવા માટે પાણી આપવું, તે ઉદક. ૧૮. ઢોર વગેરે બાંધવા માટે દોરડાં આપવાં, તે રજૂ (૧૪-૫) (૧) ચોરે લાવેલી વસ્તુ રાખી લેતાં, (૨) ચોરને ઉત્તેજન મળે તેવો વચન-પ્રયોગ કરતાં, (૩) માલમાં સેળભેળ કરતાં, (૪) રાજ્યના કાયદાઓથી વિરુદ્ધ રીતે વર્તતાં, અને (૫) ખોટાં તોલ તથા ખોટાં માપનો ઉપયોગ ત્રીજા વ્રતના (પાંચ) અતિચાર વિશે દિવસ-દરમિયાન (જ અશુભ કર્મ બંધાયાં હોય) તે સર્વેથી હું પાછો ફરું છું. અવતરણિકા-હવે “સ્કૂલ-મૈથુન-વિરમણ' નામના ચોથા વ્રતનું સ્વરૂપ અને પ્રમાદવશાત્ તે વ્રતમાં લાગતાં પાંચ અતિચારોનું (બે ગાથાથી) પ્રતિક્રમણ જણાવાય છે. (૧૫-૩) જે-[વતુર્થી-ચોથા (ને વિશે). મપુત્રથમી-પૂર્વવતુ. નિબં-[નિત્ય નિત્ય, સદા. પરતા-મા-વિરફ-પિરવાર–મન-વિરતિતઃ]-પરસ્ત્રીગમન-વિરતિ થકી. પરની ર (સ્ત્રી) તે પરત્ર. તેના પ્રત્યે મન (બદચાલ) તે પર૯મન. તેના થકી વિરતિ, તે પરદ્વાર–ન-વિરતિ. તેના થકી. જે પોતાનું નથી તે “પર' કહેવાય. અન્ય મનુષ્યો, સઘળાં તિર્યંચો અને સઘળા દેવો એ “પર” છે. તેમની સ્ત્રીઓ સાથે વિષય-ભોગ કરતાં વિરમવું તે પરદાર-ગમન વિરતિ છે. બ્રહ્મચર્ય બે પ્રકારનું છે : સર્વ અને દેશ. તેમાં સર્વ નારીઓ, સર્વ તિર્યંચ સ્ત્રીઓ અને સર્વ દેવીઓનો મન, વચન અને કાયાથી ત્યાગ કરવો, તે “સર્વ-બ્રહ્મચર્ય છે અને પોતાની સ્ત્રીથી જ સંતુષ્ટ રહી બાકીની બધી માનવી સ્ત્રીઓ, તિર્યંચ સ્ત્રીઓ તથા દેવીઓનો ત્યાગ કરવો, તે “દેશબ્રહ્મચર્ય છે. વ્રતધારી ગૃહસ્થ જો “સર્વ-બ્રહ્મચર્ય ન પાળી શકે તો તેણે આ પ્રકારનું ‘દેશ-બ્રહ્મચર્ય અવશ્ય પાળવાનું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy