________________
૧૭૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
ચોથું અણુવ્રત ધારણ કરનારે નીચેના દિવસોએ મૈથુનનો ત્યાગ કરવો ઘટે છે
(૧) પજ્જોવસણા (પર્યુષણ) પર્વ. (૨) ચૈત્ર અને આસો માસની બે ઓળીઓ. (૩) પર્વતિથિઓ. (૪) તીર્થકરોનાં મહાન કલ્યાણકોના દિવસો. (૫) માતા-પિતાની જન્મ-મરણની તિથિઓ. (૬) પોતાનો જન્મદિવસ. (૭) સ્ત્રીની સગર્ભાવસ્થાના દિવસો. (૮) પ્રસૂતિ પછીના ત્રણ માસ. (૯) દિવસનો વખત. (૧૦) માંદગીનો સમય.
વ્રતધારી શ્રાવકે પરસ્ત્રી-સંબંધી બ્રહ્મચર્યની નવ વાડોનું યથાશક્ય પાલન તથા અમુક સમયે પૂર્ણ બ્રહ્મચારી થવાનો પ્રયાસ કરવો જરૂરી છે.
(૧૫-૪) પૂર્વવતું.
(૧૫-૫) હવે ચોથા અણુવ્રતને વિશે લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરવામાં આવે છે. અહીં પ્રમાદના પ્રસંગથી કે ક્રોધાદિ અપ્રશસ્ત ભાવનો ઉદય થવાથી સ્થૂલ “પરદાર ગમન-વિરમણવ્રતમાં (પૂલ-મૈથુન-વિરમણવ્રત) વિશે અતિચારથી (જ કાંઈ અશુભ કર્મ બંધાયું હોય તેનાથી) તેને હું પ્રતિક્રમું છું.
અવતરણિકા-હવે ચોથા અણુવ્રતના (સ્થૂલ-મૈથુન-વિરમણવ્રતના) પાંચ અતિચારો દર્શાવીને, તે પાંચેય અતિચારોનું પ્રતિક્રમણ જણાવાય છે.
(૧૬-૩) પરિપાદિમ-રૂત્તર-૩viી-વિવાદ-તિબ્બકપુરી [મારગૃહીતા-રૂત્વર–અનઉ-વિવાદું-તીવ્રાનુરાન-અપરિગૃહીત-ગમન, ઈત્વરગૃહીતા-ગમન, અનંગ-ક્રીડા, પરવિવાહ અને તીવ્ર અનુરાગને વિશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org