Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
‘વંદિત્તુ’ સૂત્ર ૧૬૭
(૧) ‘સ્તનાહત-ગ્રહણ'-ચોરીથી આવેલા માલને રાખી લેવો તે. એનાથી ૫૨-દ્રવ્યનું હરણ કરનારને સીધું ઉત્તેજન મળે છે.
(૨) ‘સ્તનોત્તેજક વચન-પ્રયોગ’-ચોરને ઉત્તેજન આપનારો વચનનો પ્રયોગ. એ પણ પર-દ્રવ્યનું હરણ કરવા માટેનું સીધું પ્રોત્સાહન છે.
(૩) ‘તત્પ્રતિરૂપક્રિયા'-માલમાં સેળભેળ કરવાની ક્રિયા. જેમ કે દૂધમાં પાણી ઉમેરવું, ઘીમાં વનસ્પતિનું ઘી કે તેવા બીજા પદાર્થો ઉમેરવા આટામાં ચાક નાખવો, દવાઓમાં ભળતી જ વસ્તુઓ વાપરવી વગેરે. નકલી સોનું-રૂપું-હીરા-મોતી-કસ્તૂરી-અંબર-કેસર વગેરેને સાચા તરીકે વેચવા, એ પણ તત્કૃતિરૂપ ક્રિયાના જ પ્રકારો છે.
(૪) ‘રાજ્ય-વિરુદ્ધ-ગમન’-રાજ્યના જે કાયદાઓનો ભંગ કરવાથી દંડને પાત્ર થવું પડે, અપમાનને પાત્ર થવું પડે, તથા લાજ-આબરૂને ધક્કો પહોંચે, તે બધાનો સમાવેશ આ પ્રકારના વ્યવહારમાં થાય છે. રાજ્યે એક વસ્તુ પર જકાત નાખેલી હોય તે ન ચૂકવવી, અથવા અમુક આવક પર વેરો આકારેલો હોય તે ન ભરવો, અથવા અમુક મુદત સુધી અમુક સરહદ ન ઓળંગવી કે અમુક જાતનો માલ પોતાની પાસે હોય તે જાહેર કરવો-એવું ફરમાન બહાર પાડ્યું હોય તેનો ભંગ કરવો, તે રાજ્ય-વિરુદ્ધ-ગમનના પ્રકારો છે. એવો વ્યવહાર કરવાથી રાજ્યને જે આવક ઓછી થાય છે, તે વધારાનો કર નાખીને બીજા પાસેથી વસૂલ કરવામાં આવે છે. એટલે તેટલા પ્રમાણમાં ૫૨-દ્રવ્યનું હરણ કરવામાં પ્રજાની પીડામાં પણ નિમિત્તભૂત બનાય છે. માટે આ જાતના વ્યવહારો પર-દ્રવ્યનું હરણ નહિ કરનાર વ્રતધારી માટે અતિચારરૂપ છે. ‘રાજ્ય-દંડ ઊપજે તે ચોરી' એ સાદી વ્યાખ્યા ખ્યાલમાં રાખવાની જરૂર છે.
(૫) ‘ફૂટ-તુલા-ફૂટમાન-વ્યવહા૨’-ખોટાં વજન અને ખોટાં માપનો ઉપયોગ.
ચોરીથી બચવા ઇચ્છનારે ૧૮ પ્રકા૨ની ચોર-પ્રસૂતિઓ જાણી વર્જવી જોઈએ. ચોર-પ્રસૂતિ એટલે ચોરને ઉત્પન્ન કરનારી-ચોરને જન્મ આપનારી ક્રિયા. તે નીચે મુજબ છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org