Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૧૬૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
"भलनं कुशलं तर्जा, राजभागोऽवलोकनम् । अमार्गदर्शनं शय्या, पदभङ्गस्तथैव च ॥१॥ विश्रामः पादपतनं, वासनं गोपनं तथा । खण्डस्य खादनं चैव, तथाऽन्यन्माहाराजिकम् ॥२॥ पद्याग्न्युदकरज्जूना, प्रदानं ज्ञानपूर्वकम् ।
एताः प्रसूतयो ज्ञेया, अष्टादश मनीषिभिः ॥३॥" ૧. “હું તારા ભેગો છું, તું ડરીશ નહિ એ રીતે ચોરને ઉત્સાહ આપવો,
તે ભલન. ૨. ક્ષેમકુશલ પૂછવું, સુખ-દુઃખની પૃચ્છા કરવી, તે કુશલ. ૩. હાથ વગેરે વડે ચોરી માટે સંજ્ઞા કરવી, તે તર્જા. ૪. રાજયનો કર છુપાવવો, તે રાજ-ભાગ. ૫, ચોરી કરી રહેલા ચોરના માર્ગને જોતા રહેવું અને જરૂર પડે તો
સંજ્ઞાથી ખબર આપવી), તે અવલોકન. ૬. કોઈ પૂછે ત્યારે ચોરને છુપાવવાની દૃષ્ટિએ તેને ભળતો જ માર્ગ
બતાવવો, તે અમાર્ગદર્શન. ૭. સૂઈ રહેવાના સાધનો આપવાં, તે શા. ૮. ચોરનાં પગલાં ભૂંસી નાખવાં, તે પદભંગ. ૯. વિસામો આપવો, તે વિશ્રામ. ૧૦. નમસ્કાર કરવો, પગે પડવું, તે પાદ-પતન. ૧૧. બેસવા માટે આસન આપવું, તે આસન. ૧૨. ચોરને છુપાવવો, તે ગોપન. ૧૩. સારું સારું ખવરાવવું-પીવરાવવું તે ખંડ-દાન. ૧૪. વધારે પડતું માન આપવું, તે માહારાજિક. ૧૫. પગને ઠીક કરવા માટે ગરમ પાણી કે તેલ વગેરે આપવું તે પદ્ય. ૧૬. રસોઈ કરવા માટે અગ્નિ આપવો, તે અગ્નિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org