Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૧૬૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
વિરુદ્ધ એવું ગમન તે વિરુદ્ધ-મન. વિરુદ્ધ શબ્દ અહીં – વિરુદ્ધનો સંક્ષેપ છે. મન એટલે જવાની કે વર્તવાની ક્રિયા. રાજ્યના નિયમોથી વિરુદ્ધ જવાની કે વિરુદ્ધ વર્તવાની ક્રિયા તે “રાજ્ય-વિરુદ્ધ-ગમન'. રાજ્ય તરફથી અમુક પ્રદેશમાં કે અમુક સ્થાનમાં જવાની મનાઈ ફરમાવી હોય, તેમ છતાં ત્યાં જવું એ “રાજય-વિરુદ્ધ-ગમન છે. તે ઉપરાંત રાજય તરફથી જે કાયદાઓ ઘડાયેલા હોય, તેની વિરુદ્ધ વર્તન કરવું, તે પણ રાજય-વિરુદ્ધ-ગમન' છે.
વૂડતુન-ફૂડમા-[eતુલા-q4H]-ખોટું તોળતાં અને ખોટું માપતાં.
કૂટ એવી જે તુલા તે પૂરતુતા. શૂટ એટલે ખોટું. તુતી એટલે ત્રાજવું. જેનાથી જોખીને ગ્રાહકનો માલ લેવાનો હોય કે ગ્રાહકને માલ આપવાનો હોય, તે ત્રાજવું ખોટું રાખવું, એટલે કે લેવામાં માલ વધારે આવે અને વેચવામાં માલ ઓછો જાય તે પ્રકારનું રાખવું, તે ‘ટતુતા' કહેવાય છે. દાંડી મરડીને, કડી ચડાવીને, લેવાના કાટલામાં નીચે સીસું ચોંટાડીને, આપવાના કાટલામાં ખાડો ખોદીને, વગેરે પ્રકારે ગ્રાહકને છેતરવાની બુદ્ધિથી તોલમાં જે જે કૂડ કરવામાં આવે છે, તેનો આ કૂટતુલામાં સમાવેશ થાય છે. ફૂટ એવું જે માન તે “માન'. પળી, પવાલું, પાલી, માણું, કળશી વગેરે માપ કહેવાય છે. લેતી વખતે તેમાં વધારે આવે તેમ કરવું ને આપતી વખતે તેમાં ઓછું જાય તેમ કરવું, એ “કૂટમાન' કહેવાય છે. તે ત્રીજા વ્રતનો પાંચમો અતિચાર છે.
ડિમે સિગં સળં-પૂર્વવત.
(૧૪-૪) તેનહિ.....ડા-ચોરે લાવેલી વસ્તુ રાખી લીધી હોય, ચોરને ઉત્તેજન મળે તેવો વચન-પ્રયોગ કર્યો હોય, માલમાં સેળભેળ કરી અસલ માલ તરીકે વેચાણ કર્યું હોય, રાજ્યના કાયદાઓથી વિરુદ્ધ રીતે વર્તાયું હોય અને ખોટા તોલ તથા ખોટાં માપનો ઉપયોગ કર્યો હોય.
જેને પારકું દ્રવ્ય હરણ કરવું નથી, અદત્ત લેવું નથી, તેણે નીચેનો વ્યવહાર કરવો યોગ્ય નથી, કારણ કે તેથી વ્રતની મૂલ ભાવના દૂષિત થાય છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org