Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૧૬૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
અવતરણિકા-હવે “સ્કૂલ-અદત્તાદાન-વિરમણ' નામના ત્રીજા અણુવ્રતનું સ્વરૂપ, અને પ્રમાદવશાત તે વ્રતમાં લાગતાં અતિચારોનું (બે ગાથાથી) પ્રતિક્રમણ જણાવાય છે.
(૧૩-૩) તફા-તૃતી-ત્રીજા અને વિશે.)
પુત્રયી-[મણુવ્ર-અણવતને વિશે.
ધૂન -પરબ્રજ-વિરો -(શૂન-પદ્રવ્યદર-વિતિત:]-પૂલપરદ્રવ્યહરણ-વિરતિ થકી.
પારકાનું દ્રવ્ય (ધન) તે પરદ્રવ્ય, તેનું હરણ કરવું, લઈ લેવું, તે પદ્રવ્યહરણ.’ તેમાંથી વિરમવું, તે “પદ્રવ્યરવિત.' તેનું સ્થૂલ રીતિએ પાલન, તે ચૂત-પદ્રવ્યહાવિરતિ, તેના થકી.
પારકાનું ધન હરી લેવાનો પૂલપણે ત્યાગ કરવો તે સ્કૂલ અદત્તાદાન-વિરમણ વ્રત કે સ્થૂલ પરિદ્રવ્યહરણ-વિરતિ છે. આ જગતમાં દ્રવ્ય એ અગિયારમો પ્રાણ ગણાય છે, અર્થાત્ સંસાર-વ્યવહાર ચલાવવા માટે તે પ્રધાન વસ્તુ છે. તેના માલિકે આપ્યા વિના તે ધન લઈ લેવું કે બીજી કોઈ પણ રીતે તેનું હરણ કરવું, તે મહા અનર્થકારી છે; તેથી શ્રાવકે તેમાંથી અટકવાનું છે, તેનો ત્યાગ કરવાનો છે. આ રીતે જે ત્યાગ કરવામાં આવે, તેને “સ્કૂલ-પરદ્રવ્યહરણ-વિરતિ' કહેવામાં આવે છે.
પરદ્રવ્યનું હરણ સીધી અને આડકતરી એમ બે રીતે થાય છે. તેમાં માલિકે આપ્યા વિના તેના દ્રવ્યને બળજબરીથી પડાવી લેવું, ફોસલાવીને પડાવી લેવું, ખાતર પાડીને લઈ લેવું એ દ્રવ્યનું સીધું હરણ છે, જ્યારે માલિકને ખબર ન પડે, એ રીતે યુક્તિથી પડાવી લેવું, છેતરપિંડી કરીને પડાવી લેવું, રાજ્યના અધિકારીઓ સાથે મળી જઈને અનુકૂળ કાયદાઓ કરાવીને પડાવી લેવું, એ આડકતરું ‘દ્રવ્યહરણ' છે.
મારિય-પોણ-પૂર્વવત. (૧૩-૪) પૂર્વવત માત્ર વિરતિનું નામ જ જુદું છે.
(૧૩-૫) (હવે, ત્રીજા અણુવ્રતને વિશે લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરવામાં આવે છે. અહીં પ્રમાદના પ્રસંગથી કે ક્રોધાદિ અપ્રશસ્ત ભાવનો ઉદય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org