SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ અવતરણિકા-હવે “સ્કૂલ-અદત્તાદાન-વિરમણ' નામના ત્રીજા અણુવ્રતનું સ્વરૂપ, અને પ્રમાદવશાત તે વ્રતમાં લાગતાં અતિચારોનું (બે ગાથાથી) પ્રતિક્રમણ જણાવાય છે. (૧૩-૩) તફા-તૃતી-ત્રીજા અને વિશે.) પુત્રયી-[મણુવ્ર-અણવતને વિશે. ધૂન -પરબ્રજ-વિરો -(શૂન-પદ્રવ્યદર-વિતિત:]-પૂલપરદ્રવ્યહરણ-વિરતિ થકી. પારકાનું દ્રવ્ય (ધન) તે પરદ્રવ્ય, તેનું હરણ કરવું, લઈ લેવું, તે પદ્રવ્યહરણ.’ તેમાંથી વિરમવું, તે “પદ્રવ્યરવિત.' તેનું સ્થૂલ રીતિએ પાલન, તે ચૂત-પદ્રવ્યહાવિરતિ, તેના થકી. પારકાનું ધન હરી લેવાનો પૂલપણે ત્યાગ કરવો તે સ્કૂલ અદત્તાદાન-વિરમણ વ્રત કે સ્થૂલ પરિદ્રવ્યહરણ-વિરતિ છે. આ જગતમાં દ્રવ્ય એ અગિયારમો પ્રાણ ગણાય છે, અર્થાત્ સંસાર-વ્યવહાર ચલાવવા માટે તે પ્રધાન વસ્તુ છે. તેના માલિકે આપ્યા વિના તે ધન લઈ લેવું કે બીજી કોઈ પણ રીતે તેનું હરણ કરવું, તે મહા અનર્થકારી છે; તેથી શ્રાવકે તેમાંથી અટકવાનું છે, તેનો ત્યાગ કરવાનો છે. આ રીતે જે ત્યાગ કરવામાં આવે, તેને “સ્કૂલ-પરદ્રવ્યહરણ-વિરતિ' કહેવામાં આવે છે. પરદ્રવ્યનું હરણ સીધી અને આડકતરી એમ બે રીતે થાય છે. તેમાં માલિકે આપ્યા વિના તેના દ્રવ્યને બળજબરીથી પડાવી લેવું, ફોસલાવીને પડાવી લેવું, ખાતર પાડીને લઈ લેવું એ દ્રવ્યનું સીધું હરણ છે, જ્યારે માલિકને ખબર ન પડે, એ રીતે યુક્તિથી પડાવી લેવું, છેતરપિંડી કરીને પડાવી લેવું, રાજ્યના અધિકારીઓ સાથે મળી જઈને અનુકૂળ કાયદાઓ કરાવીને પડાવી લેવું, એ આડકતરું ‘દ્રવ્યહરણ' છે. મારિય-પોણ-પૂર્વવત. (૧૩-૪) પૂર્વવત માત્ર વિરતિનું નામ જ જુદું છે. (૧૩-૫) (હવે, ત્રીજા અણુવ્રતને વિશે લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરવામાં આવે છે. અહીં પ્રમાદના પ્રસંગથી કે ક્રોધાદિ અપ્રશસ્ત ભાવનો ઉદય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy