________________
વંદિતુ સૂત્ર ૦૧૬૫ થવાથી સ્થૂલ-પરદ્રવ્યહરણવિરતિવ્રતમાં (સ્થૂલ-અદત્તાદાન વિરમણ વ્રત) વિશે અતિચાર લાગે તેવું જે કંઈ કર્મ બંધાયું હોય તેનાથી હું પાછો ફરું છું.
અવતરણિકા-હવે ત્રીજા અણુવ્રતના (પૂલ-પદ્રવ્યહરણ વિરતિવ્રતના) પાંચ અતિચારો દર્શાવીને, તે પાંચેય અતિચારોનું પ્રતિક્રમણ જણાવાય છે.
(૧૪-૩) તેનાદિ-અને-ર્તિનાત-પ્રયોm]-સ્તુનાહત-સ્તનપ્રયોગમાં. ચોરે લાવેલી વસ્તુ લેવામાં અને ચોરી કરવાનું ઉત્તેજન મળે તેવા કોઈ વચન-પ્રયોગમાં.
તેના વડે મહંત તે તેનાહત. “સ્તન' એટલે ચોર, આહત એટલે લાવેલું. ચોર લોકો જે મોંઘી વસ્તુઓ ચોરી લાવે, તેને સસ્તી જાણીને ખરીદવી તે “સ્તનાહત'. આ જાતનો વ્યવહાર ચોરીને ઉત્તેજન આપનારો હોઈ, “યૂલ-પરદ્રવ્યહરણ-વિરતિને દૂષણ લગાડનારો છે, તેથી તેને ત્રીજા વ્રતનો પ્રથમ અતિચાર ગણવામાં આવ્યો છે.
તેના પર કરવામાં આવેલો પ્રયોગ તે “સ્તન-પ્રયોગ'. કોઈ લોકો ચોરીનો ધંધો કરતા હોય, તેઓને એમ કહેવું કે “આજ-કાલ નવરા કેમ બેસી રહ્યા છો ? તમારો માલ ન ખપતો હોય તો હું વેચાતો રાખીશ” અથવા તમારે કાંઈ સાધનની જરૂર હોય તો લઈ જઓ' વગેરે; તો એ વચન-પ્રયોગ ચોર લોકોને પોતાનો કસબ અજમાવવામાં ઉત્તેજન આપનારો હોઈ ત્રીજા અણુવ્રતનો બીજો અતિચાર છે.
તUડિ-[તત્વતિ-માલમાં સેળભેળ કરતાં, નકલી માલ વેચતાં.
તનું પ્રતિરૂપ તે તત્વતિછે. તત્ એટલે તે વસ્તુ. પ્રતિરૂપ એટલે સદશ રૂપ, સરખું રૂપ કે નકલ. કોઈ પણ વસ્તુમાં તેના જેવી જણાતી હલકી વસ્તુનો ભેળ કરવો અથવા તેને મળતી જ નકલ બનાવવી અને તેને સાચા માલ તરીકે વેચવી. તે ત્રીજા અણુવ્રતને દૂષિત કરનારો “ત–તિરૂપ' નામનો ત્રીજો અતિચાર છે.
વિદ્ધ-સામને-[વિરુદ્ધ-અને-રાજ્યના કાયદાઓથી વિરુદ્ધ ગમન કરતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org