Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૧૫૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
વિયોગ તે ભક્ત-પાન-વિચ્છેદ. કોઈ પણ આશ્રિત મનુષ્ય કે પશુ-પ્રાણીને ભૂખ્યા-તરસ્યાં રાખવાં તે ભક્ત-પાનનો વિચ્છેદ ગણાય છે. પહેલા અણુવ્રતનો તે પાંચમો અતિચાર છે.
પઢાવસટ્ટમારે-[પ્રથમવ્રતિસ્ય તિવારાન] પહેલા વ્રતના અતિચારોને.
પડખે રેસિપ સળં-પૂર્વવતું.
(૧૦-૪) વદ-વંધ-છવછે.....અમારે-વધ, બંધન, અંગચ્છેદ, અતિભાર અને ભોજન-પાણીના અંતરાયથી લાગેલ પ્રથમવ્રતના અતિચારોને.
વ૬-“વધ' એટલે પશુ વગેરેને નિર્ભયપણે તાડના-તર્જના કરવી. વિંધ-દોરડાં વગેરેથી ગાઢ બંધને બાંધવા, છવિ છેપ-અંગ અથવા ચામડી
છેદવી, મડ્ડમરે-શક્તિ વિચાર્યા વિના ઘણો ભાર ભરવો અને મત્તપપુચ્છ-ભાત-પાણીનો (આહારનો) નિષેધ કરવો અર્થાત્ સમય પર ખાવાપીવ ન આપવું, એ આચરણો પ્રમાદથી અપ્રશસ્ત ભાવે કરવાં તે પ્રથમ અણુવ્રતના પાંચ અતિચારો છે. આ આચરણો પ્રમાદાદિ વિના થાય તો અતિચાર લાગતો નથી, કારણ કે શ્રાવકે વિનય વગેરે સદ્ગુણો શીખવવા માટે પુત્રાદિકને પણ સાપેક્ષપણે તાડવાદિ કરવાં પડે છે.
આવશ્યકચૂર્ણિ અને યોગશાસ્ત્રની વૃત્તિ વગેરેમાં જણાવવામાં આવ્યું છે કે : શ્રાવક પ્રથમ તો જિનપરિષહ (તેજસ્વી) હોવો જોઈએ, કે જેને દેખતાં જ પુત્ર વગેરે ભય પામીને બરાબર ચાલે, તેમ જ દાસ-દાસી, પશુઓ એવાં રાખવાં કે વધ-બંધનાદિ કર્યા વિના જ પોતપોતાની મર્યાદા પ્રમાણે વર્તે અને એમ ન બને તો છેવટે તેમને તાડના, તર્જના, બંધનાદિ કરવાં પડે. તેમાં પણ તાડના મર્મસ્થાનો છોડીને કરે, જેથી તેના અંગે ખોડખાંપણ ન આવે અથવા મરણ ન પામે.
બંધન કરે તો લાંબા દોરડાથી અને નરમ ગાંઠથી બાંધે કે જેથી બરાબર હાલી-ચાલી શકે અને અગ્નિ વગેરેનો ઉપદ્રવ થયેથી ગાંઠ ઝટ છોડી શકાય.
કોઈ વ્યાધિ વગેરેના વિકારમાં અંગ-ચ્છેદ કરવો પડે તો દયાપૂર્વક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org