Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૧૫૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
‘મનીવવન'–મૃષાવાદ, તેનાથી વિરતિ તે અત્ની-વન-વિત. તેનું બહુ સ્થૂલતાથી પાલન તે પરિસ્થૂત-અનીવવન-વિરતિ, તેના થકી.
મૃષા-જૂઠું, વાદ-કહેવું તે. જૂઠું કહેવું તે “મૃષાવાદ.” જૂઠા વચનનાં મુખ્ય લક્ષણો ત્રણ છે : “અપ્રિય, અપથ્ય અને અતથ્ય.” જે વચન સાંભળતાં જ કડવું લાગે-કર્કશ લાગે તે “અપ્રિય”, જે વચનથી પરિણામે લાભ ન થાય તે “અપથ્ય, અને જે વચન મૂળ હકીકતથી જુદું હોય તે “અતથ્ય'. આ પ્રકારનાં વચનો બોલતાં અટકવું તે “મૃષાવાદ-વિરમણ' કે “મૃષાવાદવિરતિ'. તેનું સ્થૂલરૂપે પાલન કરવું તે “યૂલ-મૃષાવાદ-વિરમણ વ્રત” કે સ્કૂલ-મૃષાવાદ-વિરતિ”.
- આ વ્રતમાં પાંચ પ્રકારના મોટા મૃષાવાદનો ત્યાગ અને બાકીની જયણા છે. તે નીચે મુજબ -
(૧) “કન્યાલીક'-કન્યાના વિષયમાં અસત્ય બોલવું, તે કન્યાલીક. જેમ કે એક કન્યા ખોડ-ખાંપણવાળી હોય, છતાં તેને ખોડખાંપણ વિનાની કહેવી, ખોડ-ખાંપણ વિનાની હોય, છતાં તેને ખોડ-ખાંપણવાળી કહેવી. આ જાતના મૃષાવાદથી સામાને મોટું નુકસાન થવાનો સંભવ રહે છે; તેથી વ્રતમાં તે દૂષણરૂપ છે.
(૨) “ગવાલીક'-ગાય, બળદ વગેરે પશુઓના સંબંધમાં જુઠું બોલવું તે “ગવાલીક' કહેવાય છે. જે સિદ્ધાંત કન્યા સંબંધી જૂઠું નહિ બોલવામાં રહેલો છે, તે જ સિદ્ધાંત ગવાલીકમાં રહેલો છે. એક પશુ ઓછું દૂધ આપતું હોય છતાં તેને વધારે દૂધ આપતું કહેવું કે વધારે દૂધ આપતું હોય છતાં ઓછું દૂધ આપતું કહેવું, અથવા અમુક લક્ષણવાળું હોય છતાં અમુક લક્ષણવાળું નથી એમ કહેવું, તે “ગવાલીક' છે. પશુ વિશે સદંતર ખોટો કે ઊલટો ખ્યાલ પેદા કરે, તે સઘળાં જૂઠાણાંનો સમાવેશ આ બીજા પ્રકારના મૃષાવાદમાં થાય છે; તેથી આ વ્રતમાં તે દૂષણરૂપ છે.
(૩) “ભૂમ્યલીક'-જમીન, મકાન વગેરે સ્થાવર મિલકતના સંબંધમાં જૂઠું બોલવું, તે “ભૂમ્યલીક' કહેવાય છે. પડતર જમીનને ખેડાણવાળી કહેવી, ખેડાણવાળીને પડતર કહેવી, જેમાંથી ખાસ પાક ઊતરતો ન હોય તેને ફળદ્રુપ બતાવવી અને ફલદ્રુપ જમીનને કસ વિનાની બતાવવી, તથા જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org