Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
વંદિતુ સૂત્ર ૧૫૭
કરવો, તે છવિચ્છેદ-વિધિ.
શ્રાવકે મુખ્યવૃત્તિએ એવો વ્યાપાર ન કરવો કે જેમાં મજૂરો અથવા પશુઓ પાસે ભાર વહેવડાવવાથી આજીવિકા ચાલે. છતાં તેમ ન બની શકે તો મજૂરને તેટલો જ ભાર ઉપડાવવો કે જેટલો ભાર તે સુખ-પૂર્વક ઉપાડી શકે, બલ્ક તેથી ઓછો ભાર વહેવડાવવો, તેમજ ભોજન-સમયે બધાંને છૂટા કરી દેવાં; એ પ્રમાણે દયા-રહિત વર્તવું, તે આરોપણ-વિધિ.
તથા અપરાધીને પણ “આજ તને ખાવા નહિ આપું.” એમ વચનમાત્રથી જ કહેવું, પરન્તુ તન ભૂખ્યો ન રાખવો અને ભોજન-સમયે તે અપરાધીને જમાડીને શ્રાવકે જમવું. કદાચ રોગાદિકની શાંતિ માટે ભૂખ્યો રાખવો પડે તો રાખે. સાર એ કે દયામાં ન્યૂનતા ન આવે તેમ અપરાધી પ્રત્યે પણ વર્તવાનું છે, તો નિરપરાધી એવા દાસ-દાસી-પશુઓને માટે તો કહેવું જ શું? એ પ્રમાણે કોઈને પણ ભોજનનો અંતરાય ન કરવો, તે ભક્ત-પાનવિચ્છેદ-વિધિ.
(૧૦-૬) (૧) વધ-ક્રિયાથી, (૨) બંધન-ક્રિયાથી, (૩) અંગચ્છેદન ક્રિયાથી, (૪) અતિભાર ભરવાથી તથા (૫) ભોજન-પાણીનો અંતરાય કરવાથી, પ્રથમ વ્રતના (પાંચ) અતિચાર વિશે, દિવસ-દરમિયાન જે કાંઈ અશુભ કર્મ બંધાયાં હોય. તે સર્વેથી હું પાછો ફરું છું.
અવતરણિકા-હવે “સ્કૂલ-મૃષાવાદ-વિરમણ' નામના બીજા વ્રતનું સ્વરૂપ અને પ્રમાદવશાત્ તે વ્રતમાં લાગતા પાંચ અતિચારોનું (બે ગાથાથી) પ્રતિક્રમણ જણાવાય છે.
(૧૧-૩) વી-[હિતી-બીજા (ને વિશે.)
પુત્રયી *-[ગy] અણુવ્રતને વિશે.
परिथूलग-अलियवयण-विरइओ-[परिस्थूलक -अलीकवचनવિરતિતઃ]-સ્થૂલ મૃષાવાદ-વિરતિ થકી.
* દીર્ધસ્વર માટે આગળ ખુલાસો કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org