Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૧૬૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
રહોડભ્યાખ્યાન તથા સ્વદાર-મન્ત્રભેદને વિશે.
“સદસા', “.” અને “વારે' એ ત્રણે શબ્દો અહીં સૂચનરૂપ છે, જેનાં પૂરાં નામો ‘સદસાડારાન,” “ોડાથાન’ અને ‘સ્વી-મત્રમે છે.
વગર વિચાર્યું કે ઊંડાણમાં ઊતર્યા વિના એકાએક બોલવામાં આવે તે સહસા; અને કોઈના પર દોષારોપણ કરવું, જેમ કે “તું જૂઠો છે,' “તું વ્યભિચારી છે,' તે અભ્યાખ્યાન. એટલે આવેશથી, બેદરકારીથી કે વગરવિચાર્યું કોઈને દોષિત કહેવા તે “સહસાડભ્યાખ્યાન' કહેવાય છે. આ પ્રકારનું કથન “સ્કૂલ-મૃષાવાદ-વિરમણવ્રત'ને દૂષણ લગાડનારું હોઈને બીજા વ્રતનો પ્રથમ અતિચાર છે.
“હોડગારાન' એટલે સંબંધી કરેલું ગાડ્યા. “મ્' એટલે નિર્જન સ્થળ અથવા એકાન્ત. ત્યાં ઊભા રહીને કોઈ બે માણસો વાત કે મસલત કરતા હોય, તો અનુમાન માત્રથી એમ કહી દેવું કે તેઓ અમુક પ્રકારની વાત કરતા હતા, કોઈની નિંદા કરતા હતા કે કોઈ છૂપું કાવતરું કરતા હતા, તો તે “રહોડભ્યાખ્યાન” કહેવાય છે. આ પ્રકારે તે સ્થૂલમૃષાવાદ-વિરમણ-વ્રતને દૂષિત કરનારું હોઈને બીજા વ્રતનો બીજો અતિચાર છે.
વાર-મન્નમેન્ટ' એટલે વીર સંબંધી અન્નનો મે. સ્વદાર એટલે પોતાની સ્ત્રી. મંત્ર એટલે છૂપી વાત. તેનો ભેદ કરવો એટલે તેને ખુલ્લી પાડી દેવી તે. અર્થાત્ પોતાની સ્ત્રીની કોઈ છૂપી વાત બહાર પાડી દેવી, તેના કોઈ ગુપ્ત રહસ્યને ખુલ્લુ કરી દેવું, તે “સ્વદાર-મંત્રભેદ છે. ઉપલક્ષણથી મિત્રો વગેરેનું ગુપ્ત રહસ્ય ખુલ્લું કરી દેવું, તે પણ “સ્વદાર-મંત્રભેદ નામનો બીજા વ્રતનો ત્રીજો અતિચાર છે.
યુવા-[કૃષોદ્દેશ-ખોટા ઉપદેશને વિશે, ખોટી સલાહ આપવાને વિશે.
પૃષા જે ૩૫દ્દેશ તે “પૃષોશ.' કોઈને જાણીબૂજીને ખોટી સલાહ આપવી કે ખોટી રીતે ઉશ્કેરણી કરવી, તે “મૃષોપદેશ' કહેવાય છે. બે વ્યક્તિઓ કે બે પક્ષો લડતા હોય, તેમાં એકને ખોટી સલાહ આપવી તે પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org