Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૧૩૬ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
આરંભ અથવા સાંસારિક પ્રવૃત્તિ પાપવાળી છે, એવું સ્પષ્ટ સૂચન કરવા માટે અહીં “સાવદ્ય' વિશેષણ યોજેલું છે. “મીઠી સાકર,” “દુષ્ટ રાક્ષસ,” “અનિષ્ટ રોગ” આદિ પ્રયોગો જેમ તે તે ગુણોની સ્પષ્ટતા બતાવનારા છે, તેમ અહીં “સાવદ્ય આરંભ' વિશે સમજવાનું છે. ગૃહસ્થોને પોતાનું જીવન ચલાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવી પડે છે, તેનું સૂચન અહીં બહુવિધ વિશેષણ વડે કરવામાં આવ્યું છે.
જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધનામાં તથા વ્રતોનાં પાલનમાં સ્કૂલનાઓ કે અતિચારો થવાનું મુખ્ય કારણ “પરિગ્રહ” અને “આરંભ' છે. તેથી જ શાસ્ત્રકારોએ કહ્યું છે કે :
"धण-संचओ अ विउलो, आरंभ-परिग्गहो अ वित्थिण्णो । नेइ अवस्सं मणुसं, नरगं वा तिरिक्खजोणिं वा ॥"
“વિપુલ ધન-સંચય એટલે ઘણો પૈસો એકઠો કરવો અને વિસ્તીર્ણ આરંભ-પરિગ્રહ' એટલે મોટા પાયા પર સાંસારિક પ્રવૃત્તિઓ કરવી તથા માલ-મિલકતનો પરિગ્રહ કરવો, તે મનુષ્યને અવશ્ય નરક કે તિર્યયોનિમાં લઈ જાય છે.” તે માટે સુભૂમ અને બ્રહ્મદત્ત ચક્રવર્તી તથા મમ્મણ અને તિલક શેઠનાં દૃષ્ટાંતો વિચારવા યોગ્ય છે.
Rવળે મ રો-કરાવતાં અને કરતાં.
ડિમે ચિં સળં-દિવસ દરમિયાન જે જે સૂક્ષ્મ કે બાદર અતિચાર થયા હોય, તે સર્વથી હું પાછો ફરું છું.
(૩-૫) બાહ્ય અને આત્યંતર પરિગ્રહને લીધે, અનેક પ્રકારની સાંસારિક-પાપવાળી પ્રવૃત્તિઓ બીજા પાસે કરાવતાં, (અનુમોદતાં) અને જાતે કરતાં, દિવસ દરમિયાન સૂક્ષ્મ કે બાદર જે જે અતિચારો લાગ્યા હોય તે સર્વથી હું પાછો ફરું છું.
અવતરણિકા-શ્રાવકનાં વ્રતોના અતિચારથી પ્રતિક્રમણ જણાવવાને બદલે હવે જ્ઞાનાતિચારથી પ્રતિક્રમણ જણાવાય છે. તેનું કારણ એ છે કે કષાયોમાં રાગાદિનું બંધન હોય તે અપ્રશસ્ત કહેવાય. અપ્રશસ્તતા અજ્ઞાનમૂલક હોવાથી તેનાથી બંધાતું કર્મ જ્ઞાનાતિચારરૂપ છે. પાંચ આચાર અને બાર વ્રત તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org