Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
‘વંદિત્તુ’ સૂત્ર ૭ ૧૪૭
લેવામાં આવે છે, તેની યથાર્થતા વિશે ‘શંકા' ઉઠાવવી એ સમ્યક્ત્વનો પહેલો અતિચાર છે, પહેલું દૂષણ છે. અરિહંતના સ્વરૂપ વિશે ‘શંકા’ થઈ કે તેમનાં વચનો પર પણ ‘શંકા' થવાની અને તેમના બતાવેલા માર્ગે ચાલનારા ગુરુઓ વિશે પણ ‘શંકા’ થવાની; અથવા ગુરુના સ્વરૂપ વિશે શંકા થઈ કે ‘તેઓ જે ઉપદેશ આપે છે, તે સાચો હશે કે કેમ ? તે જે માર્ગ બતાવે છે તે સાચો હશે કે કેમ?’ એ ‘શંકા' થવાની અને તેથી સમ્યક્ત્વનો આખો પાયો જ હચમચી જવાનો. ધર્મનો મુખ્ય આધાર દેવાદિ તત્ત્વો ઉપરની ‘શ્રદ્ધા’ છે, એટલે એ શ્રદ્ધાનું પોષણ, એ શ્રદ્ધાનો ટકાવ અને એ શ્રદ્ધાની વૃદ્ધિ આધ્યાત્મિક જીવનની પ્રાથમિક જરૂરિયાત છે.
(૨) કાંક્ષા. અરિહંત અને સિદ્ધ એવા ‘દેવ,' ત્યાગી ‘ગુરુ' અને દયામય ‘ધર્મ'ને પ્રાપ્ત કર્યા પછી અન્ય મતની કે અન્ય દર્શનની ‘આકાંક્ષા’ કરવી, ઇચ્છા કરવી, એ સમ્યક્ત્વના મૂળમાં પ્રહાર કરનારી વસ્તુ છે. મનમાં કોઈ વસ્તુની ઇચ્છા સૂક્ષ્મ રીતે રહ્યા કરે, તો સમય જતાં તે સ્થૂલ બને છે. અને છેવટે તે પ્રકારની પ્રવૃત્તિ પણ થાય છે. રોગ જેમ શરૂઆતમાં નાનો હોય, પણ અનુકૂળ સંયોગો મળી જતાં તે વૃદ્ધિ-વિકાર પામે છે, તેમ આ ‘કાંક્ષા’રૂપી રોગનું પણ સમજવું. તેથી સમ્યક્ત્વના બીજા અતિચાર તરીકે ‘કાંક્ષા’ની ગણતરી કરવામાં આવી છે.
(૩) વિચિકિત્સા. સુદેવ, સુગુરુ અને સુધર્મના સ્વરૂપ સંબંધમાં પાયા વિનાના તર્ક કરવા, ખોટી વિચારણાઓ કરવી કે તે સંબંધી પ્રાપ્ત થયેલી સ્થિરબુદ્ધિને બદલી નાખવી તે ‘વિચિકિત્સા’ છે. તેને એક જાતનો મતિ-વિભ્રમ પણ કહી શકાય. સાધુ-સાધ્વીનાં મલિન વસ્ત્રો કે શરીરો જોઈને, એમ વિચાર કરવો કે ‘આ સાધુઓ અપવિત્ર છે, એમનામાં કાંઈ સાર નથી’ તો એ પણ એક પ્રકારની ‘વિચિકિત્સા' જ છે. તેનું આખરી પરિણામ સમ્યક્ત્વને શિથિલ કરવામાં જ આવે છે; તેથી ‘વિચિકિત્સા'ને સમ્યક્ત્વનો ત્રીજો અતિચાર ગણવામાં આવ્યો છે.
(૪) કુલિંગી-પ્રશંસા, જેને સમ્યગ્દર્શનમાં સ્થિર રહેવું છે, સમ્યક્ત્વનું પાલન કરવું છે, તે કુલિંગીની કે કુલિંગીઓની પ્રશંસા ન કરે. કુલિંગીઓનો તિરસ્કાર કરવો અને તેની પ્રશંસા ન કરવી એ બે વસ્તુઓ એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org