Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
‘વંદિતુ સૂત્ર ૦ ૧૪૯ ને- -જે. ઢોસા-ષિા:-દોષો, દૂષણો. તૂષ ટ્રો:'-દૂષણ (મલિનતા કે અશુદ્ધિ) તે દોષ.
અહીં અતિચાર નહિ કહેતાં “દોષ' કહેવાનું કારણ એ છે કે અતિચારો વ્રતની મલિનતારૂપ હોય છે. અને છકાય જીવોની અહિંસારૂપ વ્રત અંગીકાર ન કર્યું હોય તેને એ મલિનતા ન ઘટે, માટે દોષોનો અર્થ અહીં અતિચાર' નહીં પણ “પાપ” (અનાચાર) સમજવો.
મત્ત-[સાભાર્થ-આત્માર્થે. પોતાના માટે. ૫-(૨)-અથવા. પ-[પરાર્થમ-પરાર્થે, પારકાને માટે, બીજાને માટે.
૩મયા-[મયાર્થી-ઉભયને માટે, બંનેને માટે, પોતાના અને પારકા માટે.
ગ્રેવ-[]-અહીં ગાથામાં જણાવ્યા છે તેટલા જ કારણથી . (ધર્મસંગ્રહ ભાગ. ૧, પૃ. ૬૧૩)
તે નિતિ નિÇમ]-તેને નિંદું છું.
(૭-૪)છાય-સમારંભે.....ઢોસા-છયે કાયના જીવોની હિંસા થાય તેવી પ્રવૃત્તિ કરતાં, તથા જાતે રાંધતાં અને બીજાની પાસે રંધાવતાં.
ગૃહસ્થાશ્રમ અંગેની વિવિધ પ્રવૃત્તિઓમાં છયે કાયના જીવોનો સમારંભ (હિંસા) થાય છે. તેમાં રાંધવા-રંધાવવાની પ્રવૃત્તિને અંગે ઘણો સમારંભ થાય છે, કારણ કે તેમાં ચૂલાની, પાણીની, અગ્નિની, પવનની, જુદાં જુદાં ધાન્યો તથા વનસ્પતિઓની તથા અનેક જાતનાં વાસણ-કૂસણોની જરૂર રહે છે. આ જાતની હિંસાનો સર્વથા ત્યાગ ગૃહસ્થોને માટે શક્ય નથી, એટલે તેને તે જાતનું પ્રત્યાખ્યાન નથી; છતાં તેમાં યતના રાખવાથી સમારંભનું-હિંસાનું પ્રમાણ ઘણા અંશે ઘટાડી શકાય છે. યતના રાખવા છતાં જે આરંભાદિ થાય છે, તેની શુદ્ધિ માટે આ ગાથામાં નિર્દેશ કરવામાં આવ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org