Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૧૫૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૨
(૭-૫) છકાયના જીવોની હિંસાવાળા (સંરંભ) સમારંભ (અને આરંભ) વિશે પોતાને માટે, પારકાને માટે કે બન્નેને માટે, રાંધતાં, રંધાવતાં કે અનુમોદના કરતાં જે દોષો થયા હોય (અનાચાર રૂપ પાપ લાગ્યા હોય) તેની હું, આત્મસાક્ષીએ) નિંદા કરું છું.
અવતરણિકા-શ્રાવકને બારેય વ્રતો રૂપ ચારિત્રને વિશે અતિચારો લાગ્યા હોય તેનું ઓઘ દૃષ્ટિએ સામુદાયિક સ્વરૂપે પ્રતિક્રમણ કરવામાં આવે છે.
(૮-૩) પંચ મનુષ્યથા -[૫ગ્નાનામ્ અણુવ્રતાના]-પાંચ અણુવ્રતોના.
અણુ-નાનું જે વ્રત તે “અણુવ્રત'. મહાવ્રતોની સરખામણીમાં જે વ્રત નાનું છે, અલ્પ નિયમવાળું છે, તે અણુવ્રત. તેના પાંચ પ્રકારો આ પ્રમાણે છે :
“. -પ્રાણાતિપતિ-વિરHU-વ્રત-સ્થૂલ જીવ-હિંસા નહિ કરવાનું
વત.
૨. ભૂત-મૃષાવાદ-વિરમ-વ્રત-પૂલ જૂઠું નહિ બોલવાનું વ્રત. . ધૂન-સત્તાવાન-વિરમ-વ્રત-પૂલ અણદીધું ન લેવાનું વ્રત.
૪. વારસંતોષ-પરાર-મન-વિરમ-વ્રત- સ્વસ્ત્રીથી સંતોષ રાખી પરસ્ત્રી સાથે ગમન નહિ કરવાનું વ્રત.
. ધૂત-પપ્ર-પરિમા-વ્રત-પૂલ પરિગ્રહને મર્યાદિત રાખવાનું વ્રત.” પુત્રા -[TMવ્રતાના-ગુણવ્રતોના.
ગુણની-મૂળગુણની પુષ્ટિ કરનારાં વ્રતો તે “ગુણવ્રતો'. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, એ પાંચ “મૂળગુણો છે. તેની પુષ્ટિ માટે જે વ્રતો લેવામાં આવે છે, તે “ગુણવ્રતો' કહેવાય છે.
તિÉ[ઢયાળા-ત્રણ ના.
આ પદ ગુણત્રયાનું વિશેષણ છે. ત્રણ ગુણવ્રતોનાં નામો આ પ્રમાણે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org