Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૧૩૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ પ્રેરણા કરે અને પોતે તેનો નિષેધ ન કરે, તે “અતિક્રમ, વિરાધના માટેની તૈયારી, તે “વ્યતિક્રમ', કાંઈક અંશે દોષનું સેવન, તે “અતિચાર' અને જે સંપૂર્ણપણે ભાગે કે જેમાં આરાધનાનું કોઈ તત્ત્વ અવશિષ્ટ ન રહે, તે “અનાચાર'. એટલે “અતિચાર' એ “વિરાધના'નું ત્રીજું પગથિયું છે. અહીં એક વાત સ્પષ્ટ રીતે સમજી લેવી જોઈએ કે ઉત્તરોત્તર મોટા બનતા ક્રમમાં, આગળના નાના ક્રમનો સમાવેશ સ્વાભાવિક રીતે જ થઈ જાય છે, પરંતુ વધારે મોટા ક્રમનો સમાવેશ થતો નથી. મતલબ કે “અતિચારોનું પ્રતિક્રમણ કરતાં તેમાં “અતિક્રમ” અને “વ્યતિક્રમ”નું પ્રતિક્રમણ સ્વાભાવિક રીતે જ થઈ જાય છે, પણ “અનાચાર'નું પ્રતિક્રમણ કે શુદ્ધિ થતાં નથી. જેમ શેરમાં પાશેર, નવટાંક, અધોળ વગેરે આવી જાય છે, પણ બશેર, પાંચ શેર કે દશ શેરનો સમાવેશ થતો નથી.
નાળે તદ રંપળ ચરિત્તે -જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધનામાં.
જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ મુક્તિનાં સાધન છે, અલબત્ત તે સમ્યફ પ્રકારનાં હોવાં જોઈએ. આ ત્રણ તત્ત્વોની આરાધના કરવા માટે જ વ્રતોનું વિધાન છે; એટલે નાનાં મોટાં જે વ્રતો ધારણ કરવામાં આવે છે, તેનો હેતુ જ્ઞાન-આરાધના, દર્શન-આરાધના કે ચારિત્ર-આરાધના જ હોય છે. જે વ્રત મુમુક્ષુને જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના તરફ લઈ જતું નથી તે આધ્યાત્મિક દૃષ્ટિએ શૂન્ય છે.
જાણવું તે “જ્ઞાન” છે, માનવું તે “દર્શન છે, આચરવું તે “ચારિત્ર” છે. જીવાદિ તત્ત્વોને યથાર્થપણે જાણવાં તે “સમ્યગ્રજ્ઞાન' છે, તેને યથાર્થપણે માનવાં તે “સમ્યગદર્શન' છે, અને હેય-ઉપાદેયના વિવેકપૂર્વક આચરણ કરવું તે “સમ્યફચારિત્ર' છે. નિશ્ચયનયની દૃષ્ટિએ જ્ઞાન-દર્શન-ચારિત્ર તે આત્માનું પોતાનું જ મૂળ સ્વરૂપ છે, જયારે વ્યવહારનયની દૃષ્ટિએ તે જુદા જુદા ગુણો છે, જુદાં જુદાં સાધનો છે કે જુદી જુદી ક્રિયાઓ છે. ભિન્ન ભિન્ન દૃષ્ટિબિંદુથી તેના ભિન્ન ભિન્ન વિભાગો પડી શકે છે.
અહીં આરાધ્ય વિષય તરીકે જ્ઞાન, દર્શન અને ચારિત્રનો સામાન્ય ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સુમો વા વાયરો વી-નાનો કે મોટો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org