Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
અઢાર પાપસ્થાનક સૂત્ર ૦ ૧૧૩
અન્યને “ફસાવવા માટે જાળ બિછાવવી” એ પણ પાપ જ છે, અને આ બધાં પાપો કરતાં મોટું પાપ તે “મિથ્યાત્વ-શલ્ય” એટલે કે દેવ, ગુરુ, ધર્મ અને મુક્તિમાર્ગ વિશેની ખોટી માન્યતાઓમાં સબડ્યા કરવું તે છે. એને છોડ્યા સિવાય ગુણનો સંગ્રહ થતો નથી કે સત્યમાર્ગનું દર્શન થતું નથી. આ રીતે અઢારે પાપસ્થાનકોને સમજવાથી તે તે પાપાચરણો ટાળી શકાય છે, અને છેવટે પૂર્ણ પવિત્ર બની પરમાત્મ-દશાને પ્રાપ્ત કરી શકાય છે.
(૭) પ્રકીર્ણક આ સૂત્રનું આધાર-સ્થાન સ્થાનાંગસૂત્રના પહેલા સ્થાનનું ૪૮મું તથા ૪૯મું સૂત્ર છે. પ્રવચનસારોદ્ધારના ૨૩૭મા દ્વારમાં નીચેની ગાથાઓ આપેલી
"सव्वं पाणाइवायं १, अलियमदत्तं २-३ च मेहुणं सव्वं । ४ सव्वं परिग्गहं ५ तह, राईभत्तं ६ च वोसरिमो ॥५१॥ सव्वं कोहं ७ माणं, ८ मायं ९ लोहं १० च राग ११ दोसे १२ य। कलहं १३ अब्भक्खाणं १४, पेसुन्नं १५ पर-परीवायं १६ ॥५२॥ मायामोसं १७ मिच्छादसण-सल्लं १८ तहेव वोसरिमो । अंतिमऊसासंमि देहं पि जिणाइ-पच्चक्खं ॥५३॥
આ યાદીમાં “રાત્રિભોજનનું નામ છે અને “રતિઅરતિ નું નામ આપેલું નથી. તે સંબંધમાં તેની વૃત્તિમાં જણાવ્યું છે કે-”થાનાલે ત્રિપોઝ પાપસ્થાનમÀ પવિત, હિન્દુ પરંપરિવાલા પ્રોડરત-તિઃ”-સ્થાનાંગસૂત્રમાં પાપસ્થાનમાં “રાત્રિ-ભોજન'નો પાઠ જોવાતો નથી, પણ પરપરિવાદ પછી “અરતિ-રતિ'નો પાઠ જોવાય છે.”
જુઓ આ વિશે સંથારા પોરિસી ગાથા ૮-૯.
પ્ર.-૨-૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org