Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
પ્રતિક્રમણ સૂત્ર ૧૧૫
એ પ્રમાણે ગુરુ બોલ્યા પછી શિષ્ય કહે :
રૂવ્ઝ [ચ્છામિ]
-એ ભગવદ્ વચનને હું ઇચ્છું છું.
આ સૂત્ર માટે આ પ્રમાણે શબ્દોના અર્થોનો સંબંધ જોડવો. (૪) તાત્પર્યાર્થ
આ ‘પ્રતિક્રમણ સૂત્ર’થી દૈવસિક (રાત્રિક) પ્રતિક્રમણના અતિચારોની આલોચનાનો પ્રારંભ થાય છે, તેથી તેને પ્રતિક્રમણ સૂત્ર કહેવામાં આવે છે. (ધર્મસંગ્રહ, પૂર્વ ભાગ પૃ. ૨૧૦માં આ સૂત્ર સંબંધી જણાવ્યું છે કે :इदं च सकल प्रतिक्रमण बीजभूतं ज्ञेयम् ।
ભાવાર્થ-આ સવ્વસ્સ વિ. સૂત્ર સકલ પ્રતિક્રમણના બીજ રૂપ જાણવું. સવ્વસ્ડ-સર્વેનું-સમ્યક્ત્વમૂલ બારવ્રત વગેરેમાં અકરણીય કરવાથી કે કરણીયને નહીં કરવાથી લાગેલા અતિચારોનું.
વેવસિઞ-દિવસ સંબંધી. અહીં જ્ઞથી રાત્રિ સંબંધી. પવિઞ-થી પાક્ષિક, વારમ્ભાસિત્ર-થી ચાતુર્માસિક અને સંવઞિ-થી સાંવત્સરિક (વાર્ષિક) એ પ્રમાણે સમજવાનું છે.
યુક્ષિન્તિત-મનની દુષ્ટ પ્રવૃત્તિ વડે લાગેલા અતિચારનું પ્રતિક્રમણ. દુષિત-વાણીની દુષ્ટ પ્રવૃત્તિ વડે લાગેલા અતિચારનું પ્રતિક્રમણ, સુશ્રૃષ્ટિત-કાયાની દુષ્ટ પ્રવૃત્તિ વડે લાગેલા અતિચારનું પ્રતિક્રમણ. રૂારેળ સવિસદ મળવ* !-હે ભગવંત ! મારા બલાત્કારથી નહીં
-
* શાસ્ત્રમાં પ્રાયશ્ચિત્તના દસ પ્રકારો છે, તેમાંના પહેલા પ્રકારમાં આલોયના પ્રાયશ્ચિત્ત છે. તે અહીં દેવસિયં મહોરું ? તથા સવ્વસ્લ વિ॰ સૂત્રો દ્વારા થાય છે. એ પ્રમાણે અતિચારોના નિવેદન રૂપ એક આલોચના પ્રાયશ્ચિત્ત કર્યા પછી જ્યારે ગુરુ પાસે તે અતિચારોની વિશેષ શુદ્ધિ માટે પ્રાયશ્ચિત માગવામાં આવે ત્યારે ગુરુ ડિલ્મમેદ એ આદેશથી પ્રતિક્રમણ નામનું ‘મિચ્છા મિ દુધડ’ દેવાનું બીજું પ્રાયશ્ચિત્ત ફરમાવે છે, એમ સમજવું. આને અંગે શ્રી દેવસૂરિકૃત તિદિનચર્યામાં તો એમ જણાવ્યું છે કે ગુરુ ડિમેદ એમ પ્રગટ કહેતા નથી, પણ સંજ્ઞા વગેરેથી રજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org