Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
પ્રતિક્રમણ સૂત્ર૦૧૧૭
(૬) સૂત્ર પરિચય આ પ્રતિક્રમણ સૂત્ર ચોથા આવશ્યકની પ્રતિક્રમણ ક્રિયામાં, શ્રાવક અઢાર પાપસ્થાનક સૂત્રનો પાઠ ભણ્યા પછી આ પ્રતિક્રમણ સૂત્રનો પાઠ ભણતાં ગુરુની આજ્ઞા માટે થોભે છે. ત્યારે ગુરુ સંજ્ઞાથી કહે છે : પડિક્શમેદપ્રતિક્રમણ કરો' એ પ્રમાણે આજ્ઞા આપે છે. શિષ્ય-“ઇચ્છે'-એમ કહીને ગુરુ આજ્ઞાને સ્વીકારી ક્રિયા કરે છે અને તરત જ બેસીને વીરાસનપૂર્વક વિધિ અનુસાર વંદિતુ સૂત્ર ભણે છે.
આ પ્રતિક્રમણનો બીજભૂત પાઠ અથવા સંક્ષિપ્ત પાઠ છે. તે જ પ્રમાણે ડિHI-વ-સુત્ત પ્રતિમા સ્થાપના સૂત્ર-૨૭નો પણ લગભગ તેને મળતો પાઠ છે. પરંતુ ત્યાં એ પાઠ રૂંછાળ૦ ઇત્યાદિથી શરૂ થાય છે. અને અંતમાં તલ્સ શબ્દ નથી જ્યારે અહીં આ સૂત્રનો પાઠ સત્રસ્ત વિ૦થી શરૂ થાય છે. અને અંતમાં તસ શબ્દપૂર્વક મિચ્છા મિ દુધaઉં નો પાઠ છે. આ પ્રમાણે અંતર છે.
આ સૂત્રથી પ્રતિક્રમણની ક્રિયા માટે ગુરુ આજ્ઞા લેવાય છે. જ્યારે સૂત્ર ૨૭ પ્રતિક્રમણની સ્થાપના કરવા માટે છે અને તે માટે ગુરુઆજ્ઞા લેવામાં આવે છે, એમ સમજવું.
પ્રતિમણ-ઢવા-સુન્ન-નો પાઠ ભણતી વખતે ગુરુ યાદ એ પ્રમાણે આજ્ઞા આપે છે. જ્યારે અહીં ગુરુ પડશ્નમેદ એ પ્રમાણે આજ્ઞા આપે છે. એથી આ સૂત્રનું નામ (બીજભૂત અથવા સંક્ષિપ્ત) પ્રતિક્રમણ સૂત્ર પાડવામાં આવેલ છે. અને એ પ્રમાણે બને સૂત્રની ભિન્નતાને કારણે સૂત્રો અલગ અલગ આપવામાં આવેલ છે.
(૭) પ્રકીર્ણક આ સૂત્રનો પાઠ શ્રી હેમચંદ્રાચાર્યકૃત યોગશાસ્ત્રના સ્વોપજ્ઞ વિવરણના પ્રકાશ ૩.ના ગુર્જરાનુવાદ પૃ. ૩૩૬માં નીચે પ્રમાણે જણાવેલ છે.
અહીં શિષ્ય અધું અંગ નમાવીને ઉત્તરોત્તર વધતા વૈરાગ્યવાળો, માયા, અભિમાન આદિથી રહિત બની પોતાના સર્વ અતિચારની સવિશેષ વિશુદ્ધિ માટે આ પ્રમાણે સૂત્ર પાઠ બોલે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org