Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૧૧૬ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
પણ આપની ઇચ્છાથી મને પ્રતિક્રમણ-દોષથી પાછા હઠવા માટે, અનુમતિઆજ્ઞા આપો. એમ કહીને મૌનપણે ગુરુની સન્મુખ જોતો અટકે. ત્યારે ગુરુડિમે-પ્રતિક્રમણ કરો કહે-આજ્ઞા આપે. આ ગુરુવચનના સ્વીકાર માટે શિષ્ય કહે :
ફક્કું ઇચ્છું છું.-આપની આજ્ઞા પ્રમાણ છે, તેમ કહે :
તસ્સ મિચ્છા મિ દુધીડું-એ સર્વે અતિચારો રૂપ મારું તે પાપ (દુષ્કૃત) મિથ્યા થાઓ, નાશ પામો તેમ ઉચ્ચારે પછી ‘વંદિત્તુ સૂત્ર’ વીરાસને બેસીને, અને તે ન આવડે તો જમણો ઢીંચણ ઊંચો રાખીને બોલે.
(૫) અર્થસંકલના
દિવસ (રાત્રિ) દરમિયાન સર્વે દુષ્ટ ચિંતન કરવાથી, પાપવચનો બોલવાથી અને દુષ્ટ પ્રવૃત્તિથી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરવા માટે હે ભગવંત ! મારા બલાત્કારથી નહીં પણ આપની ઇચ્છાથી મને પ્રતિક્રમણદોષથી પાછા હઠવા માટે અનુમતિ આપો. એમ કહીને મૌનપણે ગુરુની સન્મુખ જોતો ઊભો રહે ત્યારે ગુરુ-ડિમેહ-પ્રતિક્રમણ કરો કહે-આજ્ઞા આપે. ત્યારે શિષ્ય-‘ઇચ્છ’ હું ઇચ્છું છું-આપની આજ્ઞા પ્રમાણ છે, કહીને એ સર્વે અતિચારો રૂપ મારું તે પાપ-દુષ્કૃત મિથ્યા-થાઓ-નાશ પામો તેમ ઉચ્ચારે.
દર્શાવે છે. તે ગાથા નીચે પ્રમાણે છે.
गंभीरमगुणनिहिणो, मणवयकाएहिं विहिअसमभावा । पडिक्कमह त्ति न जंपइ, भणंति तं णइगुरु रुट्ठा ||२०||
ભાવાર્થ-ગંભીરતાના ભંડાર સરખા અને મન-વચન-કાયાથી કર્યો છે સમતાભાવ જેમણે, એવા રાગ-દ્વેષ રહિત ગુરુ પડિ મેદ એમ સ્પષ્ટતા કહેતા નથી પણ અતિચાર લગાડનાર શિષ્ય પ્રત્યે રોષાયમાન હોય તેમ તેને સંજ્ઞાથી કહે છે. અર્થાત્ હૃદયમાં રોષ નહીં છતાં, ફરી તેવા દોષો ન કરે તે માટે, જાણે રિસાયા હોય તેમ દેખાવ કરે અને એ કારણે પ્રગટ આદેશ નહીં કરતાં સંજ્ઞાથી ફરમાવે.
-ધર્મસંગ્રહ ભાષા, ભાગ-૧, પૃ. ૫૮૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org