SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ અઢાર પાપસ્થાનક સૂત્ર ૦ ૧૧૩ અન્યને “ફસાવવા માટે જાળ બિછાવવી” એ પણ પાપ જ છે, અને આ બધાં પાપો કરતાં મોટું પાપ તે “મિથ્યાત્વ-શલ્ય” એટલે કે દેવ, ગુરુ, ધર્મ અને મુક્તિમાર્ગ વિશેની ખોટી માન્યતાઓમાં સબડ્યા કરવું તે છે. એને છોડ્યા સિવાય ગુણનો સંગ્રહ થતો નથી કે સત્યમાર્ગનું દર્શન થતું નથી. આ રીતે અઢારે પાપસ્થાનકોને સમજવાથી તે તે પાપાચરણો ટાળી શકાય છે, અને છેવટે પૂર્ણ પવિત્ર બની પરમાત્મ-દશાને પ્રાપ્ત કરી શકાય છે. (૭) પ્રકીર્ણક આ સૂત્રનું આધાર-સ્થાન સ્થાનાંગસૂત્રના પહેલા સ્થાનનું ૪૮મું તથા ૪૯મું સૂત્ર છે. પ્રવચનસારોદ્ધારના ૨૩૭મા દ્વારમાં નીચેની ગાથાઓ આપેલી "सव्वं पाणाइवायं १, अलियमदत्तं २-३ च मेहुणं सव्वं । ४ सव्वं परिग्गहं ५ तह, राईभत्तं ६ च वोसरिमो ॥५१॥ सव्वं कोहं ७ माणं, ८ मायं ९ लोहं १० च राग ११ दोसे १२ य। कलहं १३ अब्भक्खाणं १४, पेसुन्नं १५ पर-परीवायं १६ ॥५२॥ मायामोसं १७ मिच्छादसण-सल्लं १८ तहेव वोसरिमो । अंतिमऊसासंमि देहं पि जिणाइ-पच्चक्खं ॥५३॥ આ યાદીમાં “રાત્રિભોજનનું નામ છે અને “રતિઅરતિ નું નામ આપેલું નથી. તે સંબંધમાં તેની વૃત્તિમાં જણાવ્યું છે કે-”થાનાલે ત્રિપોઝ પાપસ્થાનમÀ પવિત, હિન્દુ પરંપરિવાલા પ્રોડરત-તિઃ”-સ્થાનાંગસૂત્રમાં પાપસ્થાનમાં “રાત્રિ-ભોજન'નો પાઠ જોવાતો નથી, પણ પરપરિવાદ પછી “અરતિ-રતિ'નો પાઠ જોવાય છે.” જુઓ આ વિશે સંથારા પોરિસી ગાથા ૮-૯. પ્ર.-૨-૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy