Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૧૧ ૨ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૨
તેને અંતરથી સારું માન્યું હોય કે વચનાદિ દ્વારા અનુમોદન-ઉત્તેજન આપ્યું
હોય.
(૫) અર્થસંકલના મૂલપાઠ મુજબ સ્પષ્ટ છે. (૬) સૂત્ર-પરિચય
જેનું સેવન કરવાથી, અથવા જે ભાવોમાં રહેવાથી પાપો બંધાય, તે ‘પાપસ્થાનક.' તેવાં ૧૮ પાપ-સ્થાનકોની સંખ્યા આ સૂત્રમાં બતાવવામાં આવી છે તેથી પ્રસ્તુત સૂત્રને ‘અઢાર પાપ-સ્થાનક'ના નામથી ઓળખવામાં આવે છે.
આ સૂત્રમાં પાપનાં જે અઢાર સ્થાનકો વર્ષનીય તરીકે બતાવવામાં આવ્યાં છે, તે ધર્મ અને નીતિના સાર-નિચોડરૂપ છે, અથવા તો જગતના તમામ સંત પુરુષોએ જે જે શિખામણો આપી છે, તેના સારરૂપ છે.
જે ‘હિંસા’ને પાપનું સ્થાન માને છે, તે જ તેને છોડીને ‘અહિંસક’ બની શકે છે. જે ‘જૂઠ'ને પાપનું સ્થાન માને છે, તે જ જૂઠને છોડી ‘સત્યવાદી’ થઈ શકે છે. જે ‘અણદીધી વસ્તુ લેવી' તેને પાપ સમજે છે, તે જ સર્વ પ્રકારની નાની-મોટી ચોરીઓ છોડીને ખરો ‘પ્રામાણિક' બની શકે છે. જે ‘મૈથુન’ને અનુચિત ગણે છે, પાપનું સ્થાન માને છે, તે જ ‘બ્રહ્મચારી’ થઈ શકે છે. એ જ રીતે જે માલ-મિલકત પરની મૂર્છા’ને પાપ ગણે છે, તે જ તૃષ્ણાનો દાસ મટી સાચા અર્થમાં ‘નિષ્પરિગ્રહી’ થઈ શકે છે.
ક્રોધ’ને પાપ ગણ્યા વિના ‘ક્ષમા' પ્રકટતી નથી, ‘માન'ને પાપ ગણ્યા વિના ‘નમ્રતા' આવતી નથી, ‘માયા’ને પાપ ગણ્યા વિના ‘સંતોષ’માં સ્થિર થવાતું નથી. ‘લોભ’ને પાપ ગણ્યા વિના ‘સંતોષ’માં સ્થિર થવાતું નથી. એ જ રીતે ‘રાગ અને દ્વેષ’ના દ્વંદ્વને પાપ ગુણવામાં આવે તો જ તેમાંથી છુટકારો મેળવી ‘સમતા’નું સાચું સુખ માણી શકાય છે.
‘કલહ-કંકાસ કરવો,’ ‘બીજા પર આળ ચડાવવું' કે તેને જાહેર રીતે ઉતારી પાડવો યા કોઈની ચાડી ખાવી' એ પ્રત્યક્ષ પાપ જ છે. એને છોડ્યા સિવાય ‘શિષ્ટાચાર' સંભવી શકતો નથી કે ‘સજ્જનતા' આવી શકતી નથી. તે જ રીતે હર્ષ કે ઉદ્વેગ'ના પ્રવાહમાં તણાવું, ‘અન્યની નિંદા' કરવી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org