Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૧૦૮ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
સ્વરૂપ મલિન થાય છે; એટલે કે તે વિભાવદશાને પામે છે.
કષાય સંસારુની ખરી જડ છે, કષાયના ઉદયથી થતો તીવ્ર આત્મપરિણામ ચારિત્ર મોહનીય કર્મ બંધનો હેતુ છે. કષાય એટલે સમભાવની મર્યાદા તોડવી તે. એ ચાર કષાયના ૬૪ પ્રકારો માટે જુઓ સૂત્ર
૩૪-ગાથા ૩૫-૩.
‘ક્રોધ’થી સંમોહ થાય છે, સંમોહથી મતિ-વિભ્રમ પેદા થાય છે અને મતિ-વિભ્રમ પેદા થતાં બુદ્ધિનો નાશ થાય છે કે જે આધ્યાત્મિક મૃત્યુ ગણાય છે.
‘માન’થી વિનયનો નાશ થાય છે, વિનયનો નાશ થતાં શિક્ષા પ્રાપ્ત થતી નથી અને શિક્ષાના અભાવે જ્ઞાન કે ચારિત્રમાં કોઈ જાતની પ્રગતિ સંભવતી નથી.
‘માયા’થી સરલતા ચાલી જાય છે, સરલતા ચાલી જતાં ધર્મ ટકતો નથી અને ધર્મના અભાવે મનુષ્યનું જીવન પશુ જેવું બની જાય છે.
‘લોભ’થી તૃષ્ણા વધે છે, તૃષ્ણા વધતાં કાર્ય-અકાર્યનું ભાન ભૂલી જવાય છે અને કાર્ય-અકાર્યનું ભાન ભુલાયું કે પાપનો પ્રવાહ જોરથી ધસી આવે છે. એટલે લોભ એ સર્વ સદ્ગુણોનો વિનાશક છે.
અન્ય તત્ત્વચિંતકોએ પણ ‘‘કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર’’ એ છ દોષોને અંતરના શત્રુઓ ગણાવ્યા છે કે જે મનુષ્યને પાપાચરણ કરવામાં પ્રવૃત્ત કરે છે. એટલે “ક્રોધ, માન, માયા અને લોભ” એ ચાર મનોવૃત્તિઓને આધીન થયેલો આત્મા પાપસ્થાનમાં ઊભેલો છે તેમ સમજવાનું છે.
66
ર-પ્રેમ
અયોગ્ય વિષયોને વિશે આસક્તિ કરવી તે રાગ કહેવાય છે. કહ્યું છે કે ઃ
અવિષયેમિધ્વંરબાદ્રાન કૃતિ || -ધર્મબિંદુ પ્રકરણ-અ. ૮. સ્વભાવથી નાશવંતપણાને લઈને બુદ્ધિમાન પુરુષોને આસક્તિ કરવાને અયોગ્ય એવા જે સ્ત્રી આદિ પદાર્થો તેમાં મનની જે આસક્તિ કરવી તે રાગરૂપ દોષ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org