Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
અઢાર પાપસ્થાનક સૂત્ર ૧૦૯
નં :'-રંજન-રજિત થવું તે “રાગ'. અહીં રંજન-શબ્દથી વિવિધ ભાવો વડે થતું આત્માનું રજિતપણું સમજવાનું છે. વિશિષ્ટ અર્થમાં માયા અને લોભની મુખ્યતાવાળી વૃત્તિઓથી આત્માને અમુક વસ્તુ પ્રત્યે જે મનોજ્ઞભાવ-પ્રેમ પેદા થાય છે તે “રાગ” કહેવાય છે. “ખ્ય નીવ અને તિ રા: ”
આ “રાગનું સ્વરૂપ મુખ્યત્વે ત્રણ પ્રકારનું માનવામાં આવ્યું છે : “(૧) દષ્ટિરાગ, (૨) કામરાગ, (૩) સ્નેહરાગ.” તેમાં કુપ્રવચનમાં આસક્તિ થવી-જેમાં ખોટા સિદ્ધાંતોનું પ્રતિપાદન કરવામાં આવ્યું હોય, તે પણ સારું લાગવું, રુચિકર થવું, તે “દૃષ્ટિરાગ' કહેવાય છે. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શમાં આસક્તિ થવી, તે “કામરાગ' કહેવાય છે; અને પુત્રપરિવારાદિ પ્રત્યે સ્નેહભાવ રાખવો તે “સ્નેહરાગ' કહેવાય છે. ટૂંકમાં કોઈ પણ અપ્રશસ્ત-વસ્તુ પ્રત્યે આસક્તિ પેદા થવી કે તેના અંગે ભાવ-પ્રેમ ઉત્પન્ન થવો તે “રાગ” છે.
તેપ-અણગમતો તિરસ્કાર.
તે જ નાશવંત પદાર્થને વિશે આસક્તિ થતાં અગ્નિની વાળા જેવો મત્સર કરવો તે દ્વેષરૂપ દોષ કહેવાય છે. કહ્યું છે કે :तत्रैवाग्निज्वालाकल्पमात्सर्यापादनाद् द्वेष इति ॥१४॥
ધર્મબિંદુ પ્રકરણ અ. ૮. ઉપર્યુક્ત સૂત્રમાં જણાવેલ કોઈ સ્ત્રી આદિ પદાર્થને વિશે આસક્તિના કારણે સમ્યક્તાદિ ગુણનો સર્વપ્રકારે દાહ કરી નાશ કરવા માટે અગ્નિની જ્વાલા જેવો અને જે પરની સંપત્તિને સહન ન કરવાના લક્ષણવાળા મત્સરને દ્વેષ નામનો દોષ કહેવાય છે.
રાગથી ઊલટો શબ્દ ‘ષ' છે. એટલે કોઈ પણ વસ્તુ અંગે અમનોજ્ઞ ભાવ પેદા થવો કે અણગમો યા તિરસ્કાર જન્મવો તે “ઢષ' છે. તેનું મુખ્ય લક્ષણ અપ્રીતિ છે. જે મનુષ્ય સમભાવનો કે આત્મૌપમ્યનો સિદ્ધાંત સ્વીકારે છે, તેને બીજા પ્રત્યે દ્વેષ' કરવાનું કાંઈ કારણ નથી; એટલે ‘ષવૃત્તિ અજ્ઞાન અને મોહમાંથી ઉત્પન્ન થાય છે અને તે કારણે તેની ગણના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org