Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
અતિચાર-આલોચના-સૂત્ર ૦૯૧ તિર્ણ પુરી-ત્રણ ગુપ્તિઓનું : મનોગુપ્તિનું, વચનગુપ્તિનું અને કાયગુપ્તિનું.
વસર્ફ સાયા-ચાર કષાયો વડે.
ક્રોધ, માન, માયા અને લોભ એ “ચાર કષાયો” વડે. અહીં તૃતીયાર્થે ષષ્ઠી વપરાયેલી છે.
पंचण्हमणुव्वयाणं, तिण्हं गुणव्वयाणं, चउण्हं सिक्खावयाणं पांय અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતોનું.
વીરસવિસ સવાબમર્સી-(એવી રીતે) બાર પ્રકારના શ્રાવકધર્મનું. = હિમં, વિરામિં-જે ખંડિત થયું હોય, જે વિરાધાયું હોય. તરૂ-તેનું. મિચ્છા મિ તુટું-મારું દુષ્કૃત મિથ્યા થાઓ.
(૫) અર્થ-સંકલના ઇચ્છા-પૂર્વક આજ્ઞા આપો, હે ભગવંત ! હું દેવસિક (અતિચારોની) આલોચના કરું ?
[ગુરુ કહે-આલોચના કરો !] [શિષ્ય-એ જ પ્રમાણે ઇચ્છું છું.
દિવસભરમાં મેં જ્ઞાન, દર્શન, દેશવિરતિ-ચારિત્ર, શ્રત અને સામાયિકની આરાધના કરતાં સૂત્ર, માર્ગ, કલ્પ અને કર્તવ્યના અનુસરણમાં તથા ધ્યાન અને ચિંતનમાં કાયિક, વાચિક અને માનસિક જે સ્કૂલનાઓ કરી હોય, તે આપની સમક્ષ પ્રકટ કરું છું.
ત્રણ ગુપ્તિના વિષયમાં, તથા પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત મળી બાર પ્રકારના શ્રાવકધર્મના વિષયમાં, ચાર કષાયો વડે, જે કાંઈ ખંડના કે વિરાધના થઈ હોય, તે સંબંધી મારું સઘળું પાપ મિથ્યા હો.
(૬) સૂત્ર પરિચય ઘરને સુઘડ રાખવા માટે જેમ સફાઈની જરૂર છે, ઉદ્યાનને મનોહર રાખવા માટે જેમ સંમાર્જનની અગત્ય છે અને ખેતરને ફળદ્રુપ રાખવા માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org