Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
મુખ્ય ભેદો બે છે ઃ સૂક્ષ્મ અને બાદર. તેમાં ‘સૂક્ષ્મ-પૃથ્વીકાય' સર્વલોકવ્યાપી છે અને ‘બાદર-પૃથ્વીકાય' લોકના અમુક ભાગમાં જ રહેલા છે. બાદર-પૃથ્વીકાયના બે ભેદ છે ઃ ‘શ્લષ્ણ’ (મૃદુ) અને ‘ખર' (કઠિન). તેમાં ‘શ્લષ્ણ બાદર-પૃથ્વીકાય’ના સાત ભેદ છે : ‘(૧) કૃષ્ણ-મૃત્તિકા, (૨) નીલમૃત્તિકા, (૩) લોહિતમૃત્તિકા, (૪) હારિદ્ર-મૃત્તિકા, (૫) શુક્લ-મૃત્તિકા, (૬) પાંડુ-મૃત્તિકા અને (૭) મનક-મૃત્તિકા.” ‘ખર બાદર-પૃથ્વીકાય’ના અનેક પ્રકાર છે. જેમ કે : ‘(૧) શુદ્ધ પૃથ્વી, (૨) કાંકરા, (૩) રેતી, (૪) નાના પથ્થરો, (૫) શિલા, (૬) લવણ, (૭) ખારો, (૮) લોખંડની ધાતુ, (૯) તાંબાની ધાતુ, (૧૦) જસતની ધાતુ, (૧૧) સીસાની ધાતુ, (૧૨) રૂપાની ધાતુ, (૧૩) સોનાની ધાતુ, (૧૪) વજ્રરત્ન, (૧૫) હરતાળ, (૧૬) હિંગળો, (૧૭) મણશિલ (૧૮) પારો, (૧૯) અંજનરત્ન, (૨૦) પ્રવાલ, (૨૧) અભ્રક (અબરખ), (૨૨) અભ્રવાલુકા, (૨૩-૪૦) અઢાર જાતનાં રત્નો, વગેરે.
૯૬
સાત તાવુ ગાય-જેનું શરીર પાણીરૂપ છે, તેવા જીવોની ‘યોનિ’ સાત લાખ છે.
અર્ એટલે પાણી. તે જેનું શરીર છે તે ‘અાય’. તેવા જીવોના મુખ્ય પ્રકારો બે છે : ‘સૂક્ષ્મ અને બાદર'. તેમાં ‘બાદર અપ્કાય' અનેક પ્રકારના છે. જેમ કે-ઝાકળ, બરફ, ધુમ્મસ, કરા, વનસ્પતિ ઉપરનાં જલબિંદુ, શુદ્ધોદક, શીતોદક (કૂવા, વાવ, તળાવ વગેરેનું શીતપરિણામવાળું પાણી), ઉષ્ણોદક (ઝરા વગેરેનું ઉષ્ણ-પરિણામવાળું પાણી), ક્ષારોદક (ખારું પાણી), ખટ્ટોદક (કાંઈક ખટાશવાળું પાણી), અમ્લોદક (ખાટું પાણી), લવણોદક (લવણ-સમુદ્રનું પાણી), વરુણોદક (વરુણ-સમુદ્રનું પાણી), ક્ષીરોદક (ક્ષીરસમુદ્રનું પાણી), ઈસુદક (ઈક્ષુસમુદ્રનું પાણી), રસોદક (પુષ્કરવરસમુદ્રાદિમાં રહેલું પાણી) વગેરે.
સાત તારવુ તેનુાય-જેનું શરીર અગ્નિરૂપ છે, તેવા જીવોની ‘યોનિ’ સાત લાખ છે.
તે--તેજસ-અગ્નિ. તે રૂપ જેનું શરીર છે, તે ‘તેઉકાય’. તેના મુખ્ય પ્રકારો બે છે ઃ ‘સૂક્ષ્મ અને બાદર’. તેમાં ‘બાદર તેઉકાય’ અનેક પ્રકારના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org