Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૯૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
1
છે.
(૬) તેને ભય-સંજ્ઞા છે. તેથી તે ભય પામે છે*, લજ્જા પામે છે, સંકોચ પામે છે. લજામણી વેલમાં તે ખૂબ સ્પષ્ટ રીતે દેખાય છે.
(૭) તેને મૈથુન સંજ્ઞા છે. અશોકાદિ વૃક્ષ શૃંગારવતી સ્ત્રીને જોઈ રોમાંચ અનુભવે છે. પુષ્પોમાં સ્ત્રી-કેસર તથા પુ-કેસર જુદાં જુદાં હોય છે.
(૮) તેને પરિગ્રહ–સંજ્ઞા છે. પલાશ, ખાખર, આકડા વગેરેનાં મૂળો ધન પર ખાસ પક્ષપાત બતાવે છે, તેને દબાવીને રહે છે.
(૯) તેને ક્રોધાદિ ભાવો પણ હોય છે. અમુક કંદ પર પગ પડતાં તે હુંકાર કરે છે.
(૧૦) તે મરણ પામે છે.
વનસ્પતિ બે પ્રકારની છે : (૧) સૂક્ષ્મ અને (૨) બાદર. તેમાં બાદરના ભેદો બે છે : (૧) પ્રત્યેક અને (૨) સાધારણ. એક જીવનું એક શરીર તે “પ્રત્યેક,” અને અનેક જીવોનું એક શરીર તે “સાધારણ”. કેરી, રાયણ, જાંબુ વગેરે “પ્રત્યેક' કહેવાય. અને ગાજર, આદું , કચૂરો વગેરે “સાધારણ' કહેવાય. આ બંને પ્રકારની વનસ્પતિ જાણવાનું મુખ્ય લક્ષણ એ છે કે
“શૂદ્ધસિર-ધ-પત્રં, સમભંગ-હિ વ છિન્નરુદ્દે ! સહિર-સરીર, તબિંવરી ૨ પયં રા”
जीवविचार-प्रकरण । “જેની નસો, સાંધા અને ગાંઠા ગુપ્ત હોય, જેને ભાંગવાથી બે સરખા ભાગ થાય, જે તાંતણા-રહિત હોય, જેને છેદીને વાવીએ તો પણ ફરીથી ઊગે, તેને “સાધારણ-વનસ્પતિ જાણવી. તેથી જે વિપરીત હોય, તે “પ્રત્યેક-વનસ્પતિ' કહેવાય.”
પ્રત્યેક-વનસ્પતિમાં ફળ, ફૂલ, છાલ, થડ, મૂળ, પાંદડાં ને બીજએ સાત સ્થાનોમાં જુદા જુદા જીવો હોય છે.
+ વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બસુએ ખાસ યંત્રો વડે વનસ્પતિ પર થતી ભયની અસર
નોંધી બતાવી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org