Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
“સાત લાખ’ સૂત્ર ૦ ૧૦૩
"पुढवाईणं, चउण्हं, पत्तयं सत्त सत्तेव ॥४५॥ दस पत्तेयतरूणं, चउदस लक्खा हवंति इयरेसु । विगलिदिएसु दो दो, चउरो पिंचिदि-तिरियाणं ॥४६॥ चउर चउरो नारय-सुरेसु मणुआण चउदस हवंति । संपिडिया य सव्वे, चुलसी लक्खा उ जोणीणं ॥४७॥"
-જીવવિચાર “પૃથ્વી આદિ ચાર કાયના જીવોની સાત સાત લાખ-યોનિ,” પ્રત્યેક વનસ્પતિકાયની દસ લાખ યોનિ અને તેનાથી ઇતર વનસ્પતિકાયની એટલે સાધારણ-વનસ્પતિકાયની ચૌદ લાખ “યોનિ' હોય છે. વિકલેન્દ્રિય એટલે બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવોની બબ્બે લાખ યોનિ,” તિર્યંચપંચેન્દ્રિયની ચાર લાખ “યોનિ,” નારક તથા દેવોની ચાર ચાર લાખ “યોનિ' અને મનુષ્યની ચૌદ લાખ યોનિ' હોય છે. તે બધાનો સરવાળો કરીએ એટલે કુલ ચોરાશી લાખ “યોનિ થાય.”
આ ગાથાઓનો સાર પ્રસ્તુત સૂત્રમાં સરલ ભાષામાં આપવામાં આવ્યો છે.
૮૪ લાખ “જીવયોનિમાં ઉત્પન્ન થતા વિશ્વના સમસ્ત જીવો પ્રત્યે મૈત્રીભાવ હોવો ઘટે, છતાં કોઈ પણ કારણસર તેમાંના કોઈ પણ જીવની કોઈ પણ પ્રકારની હિંસા કરી હોય, કરાવી હોય કે તે પ્રત્યે અનુમતિ દાખવી હોય તો તે માટે મિથ્યા દુષ્કૃત દેવું એ આ સમગ્ર સૂત્રનો સાર છે.
યોનિ એટલે જીવને ઉત્પન્ન થવાનું સ્થાનક. તે બધા જીવોના મળીને ૮૪ લાખ ઉત્પત્તિ સ્થાનક છે. જો કે સ્થાનકો તે કરતાં ઘણાં વધારે છે, પરંતુ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ વડે કરી જેટલાં સ્થાનો સરખાં હોય તે સર્વ મળી એક જ સ્થાનક કહેવાય છે. તેની ગણતરી આ પ્રમાણે છે :
પૃથ્વીકાયના મૂળ ભેદ ૩૫૦ તેને પાંચ વર્ષે ગુણતાં ૧૭૫૦ થાય તેને બે ગંધે ગુણતાં ૩૫૦૦ થાય તેને પાંચ રસે ગુણતાં ૧૭૫૦૦ થાય તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org