Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
‘સાત લાખ’ સૂત્ર ૭ ૧૦૧
“(૧) જલચર, (૨) સ્થલચર અને (૩) ખેચર.” તેમાં ‘જલચરો’ અનેક પ્રકારના છે. જેમ કે સુંસુમાર (પાડાના જેવા મસ્ત્ય), માછલાં, કાચબા, ઝુંડ, મગર વગેરે.
‘સ્થલચરો’ ત્રણ જાતના છે : “(૧) ચતુષ્પદ, (૨) ઉપરિ-સર્પ અને (૩) ભુજ-પરિસર્પ.” તેમાં ગાય ભેંસ, ઘોડા, ઊંટ, હાથી સિંહ, વાઘ,. દીપડા ચતુષ્પદ છે; સાપ, ચીતળ, અજગર વગેરે ‘ઉરપરિસર્પ’ છે અને ગરોળી, ઉંદર, ઘો, કાકીડો, નોળિયો વગેરે ‘ભુજપરિસર્પ’ છે.
(૩) ખેચર એટલે પક્ષી. તે ચાર પ્રકારના છે ઃ [૧] ચર્મ-પક્ષી, [૨] લોમ-પક્ષી, [૩] સમુદ્ગક-પક્ષી અને [૪] વિતત પક્ષી. તેમાં ચર્મપક્ષી અનેક પ્રકારના છે. જેમ કે-વાગોળ, ચામાચીડિયા, ભારંડપક્ષી, સમુદ્રવાયસ, વિરાલિકા વગેરે. લોમપક્ષી પણ અનેક પ્રકારના છે. જેમ કે-ઢંક, કંક, કુરલ, વાયસ, ચક્રવાક, હંસ, કલહંસ, રાજહંસ, બગલા, ક્રૌંચ, સારસ, મયૂર, કાક, તેતર, બતક વગેરે. સમુદ્ગક એટલે બીડેલી પાંખવાળા અને વિતત એટલે ઉઘાડી પાંખવાળા. આ બન્ને પ્રકારનાં પક્ષીઓ અઢીદ્વીપમાં હોતા નથી.
ચૌદ્ ભાવ મનુષ્ય-મનુષ્યની ‘યોનિ' ચૌદ લાખ છે.
જુદી જુદી અપેક્ષાએ મનુષ્યના જુદા જુદા વિભાગો પાડી શકાય છે. જેમ કે ક્ષેત્રની દૃષ્ટિએ, ચામડીના વર્ણ પ્રમાણે, સંસ્કાર પ્રમાણે, ભાષા પ્રમાણે વગેરે. તેમાં ક્ષેત્રની દૃષ્ટિએ તેના ત્રણ વિભાગો છે : “(૧) કર્મભૂમિના મનુષ્યો, (૨) અકર્મભૂમિના મનુષ્યો, (૩) અંતરદ્વીપના મનુષ્યો.” (૫) અર્થ સંકલન
મૂલપાઠ મુજબ સ્પષ્ટ છે.
(૬) સૂત્ર-પરિચય
‘સાત લાખ' સૂત્ર ગુજરાતી ભાષામાં હોવાથી પાછળથી ઉમેરાયું લાગે છે, કોના સમયમાં કેવી રીતે દાખલ થયું તે સંબંધી કાંઈ ઈતિહાસ પ્રાપ્ત થતો નથી. પરંતુ તે ચાલુ થયાને ઓછામાં ઓછા પાંચસો વર્ષ તો થયાં જ હશે તેમ માનવાને કારણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org