Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
અતિચાર-આલોચના-સૂત્ર ૮૯ રાત્રિ-પ્રતિક્રમણ કર્યા પછી દેવસિક પ્રતિક્રમણ કરવાનો જેટલો કાળ પહોંચતો હોય, તેટલા કાળ સુધીનો તેમાં સમાવેશ થાય છે.
ફો વીમો માસિગો-કાયિક, વાચિક અને માનસિક અલના.
સમસ્ત સ્કૂલનાઓનું વર્ગીકરણ ત્રણ વિભાગમાં થઈ શકે છે : “(૧) કાયિક, (૨) વાચિક અને (૩) માનસિક.” એટલે જે સ્કૂલનાઓ થઈ હોય : તે કાયા દ્વારા થઈ હોય, વાણી દ્વારા થઈ હોય, કે મન દ્વારા થઈ હોય. તેથી પહેલો નિર્દેશ તેનો કરેલો છે.
૩Úત્તોડમરો સમMો ૩ રળિક્નો-સૂત્ર, માર્ગ, કલ્પ અને કર્તવ્યના અનુસરણમાં થયેલી ભૂલો.
સૂત્રનું અનુસરણ એટલે શ્રી જિનેશ્વરભગવંતે અર્થદ્વારા અને ગણધરોએ સૂત્રોમાં જે પ્રરૂપણા કરી છે, તે પ્રમાણે ચાલવાનો નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન. તેમાં જે કાંઈ અલના કે ભૂલ થઈ હોય, તે “ઉત્સુત્ર.” સૂત્રમાં કહેલી બાબતથી તદ્દન વિરુદ્ધ વર્તવું, તેને પણ “ઉસૂત્ર' જ કહી શકાય; પણ તે અનાચારની કોટિમાં આવતું હોઈ અતિચારથી ભિન્ન છે. એવા દોષ માટે માત્ર આલોચના નહિ પણ પ્રાયશ્ચિત્તનું વિધાન છે.
માર્ગનું અનુસરણ એટલે કે જે ઉપાયો કે વર્તનથી ચારિત્રની સુધારણા થાય, તેવા માર્ગે ચાલવાનો નિષ્ઠા-પૂર્વકનો પ્રયત્ન. તેમાં જે કાંઈ સ્મલના કે ભૂલ થઈ હોય તે “ઉન્માર્ગ'. ક્ષાયોપશમભાવમાંથી ઔદયિકભાવમાં જવું તે આ પ્રકારનો “ઉન્માર્ગ છે.
કલ્પનું અનુસરણ' એટલે શાસ્ત્રો દ્વારા નિયત થયેલા નિયમોને અનુસરીને વર્તવાનો નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન. તેમાં જે કાંઈ સ્કૂલના કે ભૂલો થઈ હોય તે “અકથ્ય'.
કર્તવ્યનું અનુસરણ” એટલે શ્રાવકોએ કરવા યોગ્ય કર્તવ્યો કરવાનો નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન. તેમાં થયેલી સ્કૂલના કે ભૂલો, તે “અકરણીય.”
સૂત્રથી જે વિરુદ્ધ હોય તે માર્ગથી વિરુદ્ધ હોય; માર્ગથી જે વિરુદ્ધ હોય તે કલ્પથી વિરુદ્ધ હોય; અને કલ્પથી જે વિરુદ્ધ હોય તે કર્તવ્યથી વિરુદ્ધ હોય છે, એટલે આ દોષોની ગણના કર્તવ્ય-નિષ્ઠામાં જે કાંઈ ખામી આવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org