Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૩૪ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
વિનશ્યતિ’-સંશયવાળા આત્માનો વિનાશ થાય છે.' આ કથનનો પરમાર્થ પણ નિઃશંક થવાનું સૂચન કરે છે.
આ રીતે શંકા-રહિત થવું તે ‘દર્શનાચાર'નો પહેલો ભેદ છે. નિર્દેવિય-અન્ય મતની અભિલાષાનો ત્યાગ.
‘કાંક્ષિત’–‘કાંક્ષા’ એટલે ઇચ્છા કે અભિલાષા. મનુષ્યનું મન જ્યારે એક ધ્યેયરૂપી ખીલે બંધાયું હોતું નથી, ત્યારે તે જ્યાં ત્યાં ભટકે છે અને જેની તેની ઇચ્છા કરે છે. એનું પરિણામ એ આવે છે કે તેની એકાગ્રતા કોઈ નિશ્ચિત ધ્યેય પર જામતી નથી અને તેથી કોઈ પણ જાતની પ્રગતિ સાધી શકાતી નથી. અહીં દર્શનાચારના (સમ્યક્ત્વ પ્રત્યેના) સંબંધમાં ધ્યેય નિશ્ચિત છે કે જે પ્રમાણે શ્રીજિનેશ્વરદેવે જીવન-વિકાસનો માર્ગ બતાવ્યો છે, તે જ સત્ય છે. તે જ આચરવા યોગ્ય છે અને તે જ મુક્તિ પંથે પહોંચાડનાર છે એવી અડગ શ્રદ્ધા રાખીને એ પ્રમાણે જ વર્તવું. એ માટે જરૂરી એ છે કે સ્વીકારેલા ધ્યેયની પ્રાપ્તિ માટે જ સમગ્ર શક્તિઓને એકઠી કરવી, પણ જ્યાં ત્યાં જે તે મતની અથવા મિથ્યાદર્શનની અભિલાષા કરવી નહિ. એટલે અન્ય મતને ગ્રહણ કરવાની ઇચ્છા એટલે કે મિથ્યાત્વદેવાદિ પ્રત્યેની શ્રદ્ધા. છેવટે મુક્તિએ લઈ જનાર આચરણ-સન્માર્ગરૂપ ધ્યેયમાંથી વિચલિત કરે છે, માટે તેવી અભિલાષાને છોડી દેવી, દર્શનની શુદ્ધિ જાળવી રાખવા માટે આ આચરણ-આચારની જરૂર છે, તેથી તેને ‘દર્શનાચાર’નો બીજો ભેદ ગણવામાં આવે છે.
નિવૃિતિભિન્ન-સ્થિર બુદ્ધિ.
નિર્વિચિકિત્સાનો એક અર્થ એ છે કે સાધુ-સાધ્વીનાં વસ્ત્રો કે ગાત્રોને મલિન જોઈને તેની જુગુપ્સા-ઘૃણા કરવી નહિ. તથા બીજો અર્થ એ છે કે મતિ-વિભ્રમનો નાશ. મતિ-વિભ્રમ એટલે મતિનો વિભ્રમ, બુદ્ધિનો ભ્રંશ, કે બુદ્ધિમાં થયેલું અનિષ્ટ પરિવર્તન. એટલે પ્રથમ એક ધર્માચરણને પૂર્ણ વિચાર કરીને સારું માન્યું હોય અને તેનો સ્વીકાર કર્યો હોય, છતાં કલ્પનામાત્રથી કે કોઈ પણ વિશિષ્ટ પ્રયોજના વિના તે તો ઠીક નથી' અથવા તેના ફળ વિષયમાં સંદેહ ઉત્પન્ન કરી, તેમાં ચલચિત્ત થવું તે ‘મતિ-વિભ્રમ‘ છે. એ પ્રકારનો વિભ્રમ શ્રદ્ધારૂપી દીપકને જવલંત રાખી શકે નહિ, તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org