Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
નાણમ્મિ દંસણમ્મિ સૂત્ર ૦ ૩૩
મનુષ્યમાં જ્યાં સુધી સત્ય-શોધનની વૃત્તિ જાગતી નથી ત્યાં સુધી સત્યની પ્રાપ્તિ થતી નથી અને સત્ય-પ્રાપ્તિ વિના આત્મ-શક્તિને પ્રકટ કરવાનો માર્ગ હાથમાં આવતો નથી. આ સત્ય-શોધનની વૃત્તિ વડે જ્યારે એવી પ્રતીતિ થાય કે જે શ્રીજિનેશ્વરદેવે કહ્યું છે, તે જ સત્ય છે-‘તમેવ સખ્ખું ખિસ્સું નં બિળેદિ પર્વેË ।' (આચારાંગસૂત્ર-સૂ. ૧૬૩), ત્યારે તેને સમ્યગ્-વર્શનની-સાચા દષ્ટિબિંદુની પ્રાપ્તિ થઈ ગણાય. જો આ દૃષ્ટિબિંદુને લક્ષ્યમાં રાખીને વર્તવામાં આવે તો જ્ઞાન અને ક્રિયા ઉભયનું સમ્યક્ પ્રકારે આરાધન થઈ શકે છે અને પરિણામે મુક્તિ પ્રાપ્ત કરી શકાય છે.
આ સમ્યગ્દર્શન કે શુદ્ધ શ્રદ્ધાને જાળવી રાખવા માટે શું કરવું ? અને શું ન કરવું ? તે જાણવાની જરૂર છે અને તે જાણ્યા પછી તેને લગતી ઉપાદેય બાબતો અમલમાં મૂકવાની આવશ્યકતા છે. તે જ છે ‘દર્શનાચાર'નું સ્વરૂપ. તેની પહેલી શરત એ છે કે, જિનવચનમાં નિઃશંક થવું. ‘નિઃશંક’ એટલે શંકા-રહિત. અહીં કોઈને એવો પ્રશ્ન થાય કે બુદ્ધિ તો શંકા ઉઠાવ્યા જ કરે છે અને તેનું સમાધાન ન થાય તો મનની તે બાબતની રુચિ ઊડી જાય છે. જો મનનો સ્વભાવ જ એવો છે તો અહીં નિઃશંક થવાનું કહ્યું, તેનો અર્થ શો સમજવો ? એ પ્રશ્નનો જવાબ એ છે કે વસ્તુના સ્વરૂપને જાણવા માટે પ્રશ્નો ઊઠવા, વિશેષ પ્રશ્નો ઉદ્ભવવા સહજ છે, તેથી તેનું સમાધાન મેળવવા પ્રયત્નશીલ રહેવું ઇષ્ટ છે, પણ જેના પર બધા માર્ગ-દર્શનનો આધાર છે, તેવા શ્રીજિનેશ્વરદેવના વચનની પ્રામાણિકતામાં શંકા કરવી તે કોઈ પણ રીતે ઉચિત નથી.
દર્શનાચારનો પાલક મુમુક્ષુ અહીં એવો વિચાર કરે કે ઃ
" वीतरागा हि सर्वज्ञाः, मिथ्या न ब्रुवते क्वचित् ।
यस्मात् तस्माद् वचस्तेषां तथ्यं भूतार्थदर्शनम् ॥"
1
‘વીતરાગો ખરેખર સર્વજ્ઞ છે, તેઓ કદી પણ મિથ્યા બોલતા નથી, તેથી તેમનું વચન તથ્ય છે, જગતના સ્વરૂપનું સત્ય દર્શન કરાવનારું છે.” જો શ્રીજિનેશ્વરદેવની સર્વજ્ઞતામાં શંકા કરવામાં આવે તો મન-સમક્ષ કોઈ પણ નિશ્ચિત ધ્યેય રહેવાનું જ નહિ અને કોઈ પણ નિશ્ચિત ધ્યેયના અભાવે અધઃપતનનો માર્ગ અનિવાર્ય છે. અન્યત્ર પણ કહ્યું છે કે-‘સંશયાત્મા
44.-2-3
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org