Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૪૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
જીવથી સુખે કરી શકાય (સ્થિરસુરવમાનમ) તેવાં વીરાસન વગેરે આસનો જે રીતે ઉગ્ર પ્રકારે ધારણ કરાય, તે “કાય-ક્લેશ' નામનું તપ કહેવાય છે. તાત્પર્ય કે કાયાને અપ્રમત્ત રાખવા માટે જ્યાં સુધી વીરાસન, ગોદોતિકાસન પદ્માસન આદિ આસનો દ્વારા કાયાને ક્લેશ આપવામાં ન આવે ત્યાં સુધી અપ્રમત્ત દશા પ્રાપ્ત થવી કઠિન છે.
ઉપલક્ષણથી ઉઘાડા પગે ચાલવું, થોડાં વસ્ત્રોથી ચલાવી લેવું, ડાંસમચ્છરનો ઉપદ્રવ સહન કરવો, લોચ કરાવવો વગેરે સંયમની પુષ્ટિ અર્થે જે. જે તિતિક્ષા કરવામાં આવે છે, તે પણ “કાય-ક્લેશ' કહેવાય છે. “કાયયોગનો નિરોધ પણ આ તપમાં સમાવેશ પામે છે.
કાયક્લેશ-કાયા એટલે શરીર તેને શાસ્ત્રવિરોધ ન થાય તેમ (શાસ્ત્રની મર્યાદામાં રહીને) ક્લેશ-બાધા (પીડા) ઉપજાવવી. જો કે શરીર જડ છે, તેને કષ્ટ આપવાથી તપ ગણાય નહીં, તો પણ અહીં શરીર અને કાયક્લેશથી આત્મક્લેશ પણ સંભવિત છે. (માટે તેને તપ કહ્યો છે), તે કાયક્લેશ અમુક વિશિષ્ટ આસનો કરવાથી તથા શરીરની સાર-સંભાળ, રક્ષા, કે પરિચર્યા નહીં કરવાથી, અથવા કેશનો લોચ કરવા વગેરેથી કરી શકાય.
આ કાયક્લેશ સ્વયં કરેલા ક્લેશના (પરીષહના) અનુભવરૂપ છે; જ્યારે પરીષહ સ્વયં તથા બીજાઓએ કરેલા ક્લેશના અનુભવરૂપ છે. આ પ્રકારે ક્લેશમાં અને પરીષહમાં ભિન્નતા છે.
સંતાય-પ્રવૃત્તિ-સંકોચ.
“સલીનતાનો સામાન્ય અર્થ જો કે શરીરાદિનું સંગોપન થાય છે, તો પણ શાસ્ત્રકારોના અભિપ્રાયથી પ્રવૃત્તિઓનો સંકોચ કરવો, પ્રવૃત્તિઓને ઘટાડવી ને એકાંત-સેવન કરવું તે એનું મુખ્ય સ્વરૂપ છે. એના પ્રચલિત ચાર વિભાગો નીચે મુજબ છે :
(૧) ઇંદ્રિય-જય, (૨) કષાય-જય, (૩) યોગ નિરોધ અને (૪) વિવિક્ત ચર્યા.”
તેમાં પાંચ ઇંદ્રિયોને તેના વિષયમાંથી પાછી લાવવી, તે ‘ઇંદ્રિય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org