Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
સુગુરુવંદન સૂત્ર ૦ ૬૯ મ-રજોહરણને સ્પર્શ કરતાં બોલે છે. રો-લલાટને સ્પર્શ કરતાં બોલે છે.
-રજોહરણને સ્પર્શ કરતાં બોલે છે. ચં-લલાટને સ્પર્શ કરતાં બોલે છે.
-રજોહરણને સ્પર્શ કરતાં બોલે છે. -લલાટને સ્પર્શ કરતાં બોલે છે.
પછી ગુરુચરણની સ્થાપના પર બે સવળા હાથ રાખી નમસ્કાર કરતાં બોલે છે કે-“સંપત્તિ'. અહીં પ્રથમ નમસ્કાર થાય છે. પછી બે હાથ જોડી લલાટ ઉપર રાખતાં બોલે છે કે “ઉળિો છે જિનાનો'. અહીં સુધીનાં પદોનો સમાવેશ અનુજ્ઞાપન-સ્થાનમાં થાય છે.
૩. અવ્યાબાધ-પૃચ્છા-સ્થાન ૩Mવિનંતા વહુલુમેળ બે દિવસો વેફર્વતો ?–અલ્પગ્લાનિવાળા એવા આપનો દિવસ સુખપૂર્વક પસાર થયો છે ?
અંત:કરણથી પ્રસન્નતા-પૂર્વક થતા કામમાં કંટાળો જણાતો નથી, તેથી ગ્લાનિ પણ ઓછી જ લાગે છે. અહીં ગુરુને અલ્પ ગ્લાનિવાળા કહેવાનો હેતુ, તેઓ દિનચર્યાને પ્રસન્નતા-પૂર્વક અનુસરનારા છે, એમ જણાવવાનો છે. “બહુ-શુભ શબ્દ અવ્યાબાધ સ્થિતિ એટલે રોગાદિ-પીડારહિત સ્થિતિ સૂચવવાને માટે વપરાયેલો છે. તેથી આ વાક્ય દ્વારા ગુરુને વિનય-પૂર્વક એમ પૂછવામાં આવે છે કે આપને ગ્લાનિ તો નથી થઈ? આપ શાતામાં છો ? કોઈ જાતની પીડા તો નથી ને ?
ગુરુ કહે છે કે-તેમજ છે; અર્થાત્ હું અલ્પ ગ્લાનિવાળો અને શરીરથી નિરાબાધ છું.
૪. યાત્રા-પૃચ્છા-સ્થાન સત્તા છે ?-આપને સંયમ-યાત્રા (સુખ-પૂર્વક) વર્તે છે ? સંયમનો નિર્વાહ એ “ભાવ યાત્રા' છે, અને “ભાવ-યાત્રા” છે તે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org