Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
અતિચાર-આલોચના-સૂત્ર ૦૮૩
ક્ષયોપશમથી અનુક્રમે ઉત્પન્ન થતાં “ચક્ષુર્દર્શન, અચક્ષુર્દર્શન તથા અવધિદર્શન' એ ત્રણ દર્શનો પણ “ક્ષાયોપથમિક ભાવ' છે. તે ઉપરાંત દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યંતરાય-એ પાંચ કર્મના ક્ષાયોપશમથી અનુક્રમે ઉત્પન્ન થતી “દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય રૂપી પાંચ લબ્ધિઓ પણ “ક્ષાયોપથમિક ભાવ' છે અને અનંતાનુબંધિ-ચતુષ્ક તથા દર્શનમોહનીય-ત્રિકના ક્ષયોપશમથી ઉત્પન્ન થતું “સમ્યક્ત' પણ “ક્ષાયોપથમિકભાવ' જ ગણાય છે. તથા અનંતાનુબંધી આદિ બાર પ્રકારના કષાયના ક્ષાયોપશમથી પ્રકટ થતું “સર્વવિરતિ-ચારિત્ર' અને અનંતાનુબંધી આદિ આઠ પ્રકારના કષાયના ક્ષાયોપશમથી પ્રકટ થતું દેશવિરતિ-ચારિત્ર' (સંયમસંયમ) પણ “ક્ષાયોપથમિક ભાવ'નો જ પ્રકાર છે. આ રીતે “ક્ષાયોપથમિક ભાવ” કુલ અઢાર પ્રકારના છે.
કર્મના ઉદયથી પ્રકટ થતા ભાવના પ્રકારો “ઔદયિક' કહેવાય છે. તત્ત્વાર્થસૂત્ર (અ. ૨, સૂ. ૬)માં તેની સંખ્યા એકવીસની જણાવેલી છે ? "गति-कषाय-लिङ्ग-मिथ्यादर्शनाज्ञानासंयतासिद्धत्वलेश्याश्चतुश्चतुस्त्येकै कैશ્રઋષમેવા: ’
“ચાર ગતિ, ચાર કષાય, ત્રણ લિંગ (વેદ), એક મિથ્યાદર્શન, એક અજ્ઞાન, એક અસંયમ, એક અસિદ્ધભાવ અને છ લેશ્યા એ ઔદયિક ભાવો છે.” એટલે “ગતિનામ-કર્મ'ના ઉદયથી “નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ’–એ ચાર “ગતિ પ્રાપ્ત થાય છે; “કષાયમોહનીયકર્મના ઉદયથી ‘ક્રોધ, માન, માયા અને લોભ” એ ચાર કષાય પેદા થાય છે; “વેદમોહનીયકર્મ'ના ઉદયથી “સ્ત્રીવેદ, પુરુષવેદ, અને નપુંસકવેદ”ની ઉત્પત્તિ થાય છે; ‘મિથ્યાત્વમોહનીયકર્મ'ના ઉદયથી તત્ત્વ પ્રત્યે અશ્રદ્ધા-‘મિથ્યાદર્શન' ઉત્પન્ન થાય છે; તથા “અજ્ઞાન' એ “જ્ઞાનાવરણીયના અને દર્શનાવરણીયકર્મના” ઉદયનું ફલ છે, “અસંયતિપણું' એ “અનંતાનુબંધી' આદિ બાર પ્રકારના ચારિત્રમોહનીય કર્મ'ના ઉદયનું પરિણામ છે; “અસિદ્ધત્વ'-શરીર-ધારણ આદિ “વેદનીય, આયુ, નામ અને ગોત્ર' કર્મના ઉદયનું પરિણામ છે અને કૃષ્ણ, નીલ, કાપતિ, તેજ, પદ્મ અને શુક્લ’ એ છ પ્રકારની “લેશ્યાઓ” કષાયના ઉદયથી રંજિત યોગ-પ્રવૃત્તિ કે યોગજનક “શરીરનામકર્મના ઉદયનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org