Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૮૨ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૨
પ્રયોજ્ઞનમસ્યેતિ માનસિ:’-મન છે પ્રયોજન જેનું તે ‘માનસિક'. અર્થાત્ જે અતિચાર મન વડે થયેલો છે કે મન સાથે સંબંધ ધરાવે છે તે ‘માનસિક,’ કન્નુત્તો-[ઉત્સૂત્ર:]-ઉત્સૂત્ર, સૂત્રથી વિરુદ્ધ.
‘સૂત્રાપુત્ત્રાન્ત: ઉત્સૂત્રઃ'-સૂત્રને ઓળંગી ગયેલ તે ‘ઉત્સૂત્ર’. ‘સૂત્ર’ શબ્દ જુદા જુદા અનેક અર્થમાં વપરાય છે. જેમ કે ધ્યેય તરીકે સ્વીકારાયેલું ટૂંકું વાક્ય, નાટકનો પ્રસ્તાવ, માન્ય ગ્રંથ, સંક્ષિપ્ત વાક્ય કે ‘આપ્તવચન.’ તેમાંથી અહીં ‘આપ્ત-વચન'નો અર્થ સંગત છે. એટલે જે વચનો આપ્તપુરુષનાં હોય, સર્વજ્ઞનાં હોય, તે ‘સૂત્ર’ કહેવાય છે. તેનાથી વિરુદ્ધ, તે ‘ઉત્સૂત્ર’.
૩મ્બો-[ઉન્માń:]-ઉન્માર્ગ, માર્ગથી વિરુદ્ધ.
'मार्गः क्षायोपशमिको भावस्तमतिक्रान्तः उन्मार्गः क्षायोपशमिकમાવત્યોનૌયિભાવસંમ: તરૂત્યર્થ:' (યો. સ્વો. વૃ. પ્ર. ૩) ‘માર્ગ’ એટલે ક્ષયોપમિક ભાવ. તેનું ઉલ્લંધન કરવું, તે ‘ઉન્માર્ગ'. તાત્પર્ય કે ક્ષાયોપમિક ભાવ છોડીને ઔદિયક ભાવમાં સંક્રમ કરવો-પ્રવેશ કરવો, તે ‘ઉન્માર્ગ’. ઉદયમાં આવેલાં કર્મોનો ક્ષય થાય અને નહીં ઉદયમાં આવેલાં કર્મનો ઉપશમ થાય, તેને ‘ક્ષાયોપશમિક ભાવ' કહે છે.
આ ભાવના પ્રકારોની કુલ સંખ્યા અઢાર છે. તે સંબંધી તત્ત્વાર્થ સૂત્રના બીજા અધ્યાયમાં જણાવ્યું છે કે-'જ્ઞાનાજ્ઞાન-વર્શન-વાનાવિન્તવ્યયશ્ચતુસ્ત્રિત્રિ-પશ્ચમેા: યથામં સમ્યક્ત્વ-વારિત્ર-સંયમસંયમશ્રા “ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ત્રણ દર્શન, દાનાદિ પાંચ લબ્ધિઓ, સમ્યક્ત્વ, સર્વવિરતિ-ચારિત્ર અને દેશવિરતિ-ચારિત્ર” એ અઢાર ‘ક્ષાયોપમિક ભાવ' છે. અર્થાત્ મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય, અવધિજ્ઞાનાવરણીય અને મનઃપર્યવજ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી અનુક્રમે ઉત્પન્ન થતા ‘મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવિધજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન'-એ ચાર ‘ક્ષાયોપમિક ભાવ' છે; તથા મતિ-અજ્ઞાનાવરણીય, શ્રુત-અજ્ઞાનાવરણીય અને વિભંગ-જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી અનુક્રમે ઉત્પન્ન થતાં ‘મતિ-અજ્ઞાન’, ‘શ્રુત-અજ્ઞાન', અને વિભંગજ્ઞાન' એ ત્રણ અજ્ઞાન પણ ‘ક્ષાયોપમિક ભાવ' છે. વળી ચક્ષુર્દર્શનાવરણીય, અચક્ષુર્દર્શનાવરણીય અને અવધિદર્શનાવરણીયના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org