Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૮૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ પરિણામ છે. આ રીતે “ઔદયિક ભાવો” ૨૧ પ્રકારના છે.
આપ્યો-[ :]-અકથ્ય, ન કલ્પે તેવું, આચારથી વિરુદ્ધ.
કલ્પ' એટલે વિધિ, આચાર કે ચરણ-કરણરૂપ વ્યાપાર. તેને યોગ્ય, તે કલ્પ અને નહિ યોગ્ય, તે “અકથ્ય'. એટલે જે કંઈ વિધિથી વિરુદ્ધ, આચારથી વિરુદ્ધ કે ચારિત્ર અને ક્રિયાને લગતા નિયમોથી વિરુદ્ધ કર્યું હોય, તે “અકથ્ય'.
મળિો -[ રળીય] ન કરવા યોગ્ય.
ર રળીયોડરળીયઃ'-ન કરવા યોગ્ય તે “અકરણીય'. સુગો-તિ :]-દુર્ગાનથી કરાયેલો હોય.
ગુણે ધ્યાતો તુર્થાતઃ'-દુષ્ટ રીતે કરેલું ધ્યાન “દુર્ગાન.” તે “આર્ત અને રૌદ્ર’ ના ભેદથી બે પ્રકારનું છે. તેમાં જે ધ્યાનમાં દુઃખ, મુસીબત, વિટંબણા કે નિરાશાનું ચિંતન મુખ્ય હોય તે “આર્તધ્યાન' કહેવાય છે. જેમ કે “અરેરે! હું બહુ દુઃખી છું, કોઈ મારું સાંભળતું નથી, કોઈ મને મદદ કરતું નથી, મારા જેવો દુખિયારો બીજો કોણ હશે ?' વગેરે. તેના (૧) “અનિષ્ટસંયોગઆર્તધ્યાન, (૨) ઈષ્ટ-વિયોગઆર્તધ્યાન, (૩) રોગ-નિદાન-આર્તધ્યાન અને (૪) અગ્રલોચન-આર્તધ્યાન”—એ ચાર ભેદો પ્રસિદ્ધ છે. (વિગત માટે જુઓ વંદિતુ' સૂત્ર, અનર્થદંડ-વિરમણ વ્રતનું વિવરણ.) અને જે ધ્યાનમાં હિંસા, ચોરી, જૂઠ વગેરેનું ચિંતન મુખ્ય હોય, તે “રૌદ્રધ્યાન' કહેવાય છે. જેમ કે
અમુક માણસ મારો વૈરી છે, માટે હું તેને જોઈ લઈશ; મારી બનાવટ કરવાની કલા એવી છે કે કોઈને પણ ખબર ન પડે; હું દરેકને સિફતથી સમજાવી શકું છું” વગેરે. તેના “હિંસાડડનંદરૌદ્ર મૃગાડડનંદ રૌદ્ર, ચૌર્યાડડનંદ રૌદ્ર અને સંરક્ષણાડડનંદ રૌદ્ર એવા ચાર ભેદો છે. (વિશેષ વિગત માટે જુઓ વંદિત્ત' સૂત્ર, અનર્થદંડ-વિરમણવ્રતનું વિવરણ.)
દ્ગિતિ-ર્વિવિનિત--દુષ્ટ ચિતન થયું હોય, દુષ્ટ વિચારો આવ્યા હોય એવું.
સુણો વિવિતતો ટુવતિતઃ'-દુષ્ટ રીતે વિચારાયેલું, તે દુર્વિચિત્તિત. ચિત્તની ચંચળતાને લીધે જે કાંઈ અશુભ વિચારો આવ્યા હોય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org