Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૭૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
સાચી “યાત્રા” છે. તેથી યાત્રા” શબ્દથી અહીં સંયમનો નિર્વાહ સમજવાનો છે. આ બે પદના ત્રણ અક્ષરો વિશિષ્ટ રીતે બોલાય છે. તે આ રીતે :
ન-અનુદાત્ત સ્વરથી બોલાય છે. અને તે જ વખતે ગુરુની ચરણસ્થાપનાને બે હાથે સ્પર્શ કરવામાં આવે છે.
તા-સ્વરિત સ્વરે બોલવામાં આવે છે, અને તે વખતે ચરણ-સ્થાપના પરથી ઉઠાવી લીધેલા હાથ (રજોહરણ અને લલાટ વચ્ચે રાખવામાં) ચત્તા કરવામાં આવે છે.
બે-ઉદાત્ત સ્વરથી બોલવામાં આવે છે અને તે વખતે દૃષ્ટિ ગુરુસમક્ષ રાખી બંને હાથ લલાટે લગાડવામાં આવે છે.
સ્વરના ત્રણ ભેદો છે : “ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત.” તેમાં ઊંચેથી બોલાય તે “ઉદાત્ત,’ નીચેથી બોલાય તે “અનુદાત્ત અને મધ્યમ રીતે બોલાય તે સ્વરિત'.*
- ગુરુ આ પ્રશ્નોનો ઉત્તર આપતાં સામેથી પૂછે છે કે તને પણ “સંયમ-યાત્રા” (સુખ-પૂર્વક) વર્તે છે ? આ બે પદનો સમાવેશ “યાત્રા પૃચ્છા-સ્થાનમાં થાય છે.
૫. યાપના-પૃચ્છા-સ્થાન ન ન્ને ર છે ? અને હે ભગવંત ! તમારાં ઇંદ્રિયો અને કષાયો વશમાં વર્તે છે ?
ઇંદ્રિયો અને કષાયો ઉપઘાત-રહિત હોય, અર્થાત્ વશમાં વર્તતા હોય તે “યાપનીય કહેવાય છે. બાહ્ય તપના “સંલીનતા' નામના છઠ્ઠા પ્રકારમાં ઇંદ્રિય-જય અને કષાયજયનું ખાસ વિધાન કરેલું છે, એટલે આ પૃચ્છા એક રીતે તપસંબંધી જ ગણાય. આ શબ્દો પણ ઉપરનાં બે પદોની જેમ વિશિષ્ટ રીતે બોલાય છે. તે આ રીતે :
-અનુદાત્ત સ્વરે, ચરણ-સ્થાપનાને સ્પર્શ કરતાં. વ-સ્વરિત સ્વરે. મધ્યમાં આવતાં હાથે ચત્તા કરતાં.
* વિશેષ માટે જુઓ યોગશાસ્ત્રનો ગૂર્જરાનુવાદ તૃતીય પ્રકાશ પૃ. ૩૨૮, ૨૯, ૩૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org