Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૭૬૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
કીર્તિ કે નિર્જરા થતી નથી, પરંતુ કાય-ક્લેશ તેમજ કર્મ-બંધ થાય છે.”
સુગુરુની સેવા-સુગુરુનો વિનય નિરંતર કરવા યોગ્ય છે, છતાં સાયંકાલ અને પ્રાત:કાળના ષડાવશ્યક-પ્રસંગે તો તે વિશિષ્ટ પ્રકારે અવશ્ય કરવો ઘટે છે. આ વિનયનું સ્વરૂપ પ્રસ્તુત સૂત્ર દ્વારા સમુચિતરૂપે પ્રકટ થાય છે.
પંચમહાવ્રતધારી, ક્ષતિ, માર્દવ આદિ દશવિધ યતિધર્મના પાલક, સમતાના સાગર એવા ગુરુ ભાવ-સમાધિમાં સ્થિર છે. એ વખતે ભવ-ભીર, ગુણ-ગ્રાહક અને વિનય-સંપન્ન શિષ્ય ત્યાં આવે છે, અને દૂર ઊભો રહીને ઇચ્છાનું નિવેદન કરતાં જણાવે છે કે
હે ક્ષમાશ્રમણ ! હું આપને યાપનીય અને નૈષધિકી-પૂર્વક વંદન કરવાને ઇચ્છું છું. ગુરુ તેને “છંદેણ' શબ્દથી વંદન કરવાની અનુમતિ આપે છે, એટલે શિષ્ય બે હાથ જોડી અત્યંત નમ્રતા-પૂર્વક જણાવે છે કે “આપ મને આપની સમીપમાં આવવાની અનુજ્ઞા આપો' (કે જેથી હું વિધિસર વંદન કરીને કૃતાર્થ થાઉં.) ગુરુ તેને અનુજ્ઞા આપે છે, એટલે શિષ્ય “નિશીહિ' શબ્દ બોલીને સર્વ અશુભ વ્યાપારોનો ત્યાગ કર્યો છે તેમ સૂચવે છે. જયાં અશુભ વ્યાપારોનો ત્યાગ નથી, ભાવની શુદ્ધિ નથી, ત્યાં સારું વંદન સંભવતું નથી, એ એનું રહસ્ય છે. પછી ગુરુ-ચરણને બંને હાથે સ્પર્શ કરીને તેને લલાટે લગાડે છે. આમ તે ત્રણ વાર કરે છે, જે વિનયની પરાકાષ્ઠા સૂચવે છે. જ્યાં શિષ્ય-સમુદાય બહોળો હોય, ત્યાં બધા શિષ્યો ગુરુ-ચરણને સ્પર્શ કરી ન શકે, તે માટે રજોહરણમાં (શ્રાવક-શ્રાવિકા મુહપત્તી પર) ગુરુ-ચરણની સ્થાપના કરી તેને વંદન કરવામાં આવે છે, પરંતુ તે વખતે હૃદયનો ભાવ તો ગુર-ચરણનો સ્પર્શ કરવાનો જ હોય છે. આ સ્પર્શ ગુરુને રખે કંટાળો ઉપજાવનારો નીવડે, તે માટે શિષ્ય કહે છે કે “હે ભગવંત ! મેં આપના ચરણને મારી કાયા વતી સ્પર્શ કર્યો છે, તેની કિલામણા (ગ્લાનિ) મારી ખાતર સહન કરશો.”
પછી તે ગુરુની શરીર-સુખાકારી પૂછે છે, સંયમયાત્રાની માહિતી મેળવે છે અને છેવટે ઇંદ્રિયો અને કષાયોને જીતવારૂપ યાપનીય અવસ્થાની પૃચ્છા કરે છે. ગુરુ તે બધાના ક્રમશઃ ઉત્તરો આપે છે. તે સાંભળીને શિષ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org