Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
સુગુરુ-વંદન સૂત્ર ૦ ૭૭ ઊંડો આહ્વાદ અનુભવે છે. પછી તે દિવસ-દરમિયાન પોતાના તરફથી ગુરુનો જે કાંઈ અનાદર-અપરાધ થયો હોય તેની ક્ષમા માગે છે. ગુરુ પણ સામેથી ક્ષમા માગે છે. સમભાવના સાધકોનો આ અરસપરસનો વ્યવહાર સ્પષ્ટ રીતે સૂચવે છે કે શ્રીજિનેશ્વરદેવોએ બતાવેલા માર્ગમાંથી કોઈએ પણ ચલિત થવાનું નથી, પછી તે શિષ્ય હોય કે ગુરુ હોય.
આટલી વિધિ પછી શિષ્ય અવગ્રહમાંથી બહાર નીકળીને દિવસદરમિયાન ગુરુની જે કાંઈ આશાતના થઈ હોય તેનું પ્રતિક્રમણ કરે છે. એ સાથે જે જે ક્રિયાઓથી આશાતના થવાનો સંભવ છે તે તે ક્રિયાઓને પણ યાદ કરે છે. જેમ કે મિથ્યાભાવ, મન, વચન અને કાયાની દુષ્ટ પ્રવૃત્તિઓ અને ક્રોધાદિ ચાર કષાયો, તે ઉપરાંત સર્વ કાલમાં થયેલી આશાતનાઓનું પણ તે પ્રતિક્રમણ કરે છે. એટલે સર્વ પ્રકારની મિથ્યા ઉપચારવાળી ખોટી પ્રવૃત્તિઓ અને સર્વ પ્રકારના ધર્મમાર્ગના અતિક્રમણથી, જે જે આશાતનાઓ ભૂતકાળમાં થઈ ગઈ હોય, વર્તમાનકાળમાં થઈ રહી હોય, અને ભાવિમાં થવાની સંભાવના હોય, બધામાંથી તે પાછો ફરે છે, તે આશાતનાઓને ખોટી ગણે છે, તેને ગુરુ-સમક્ષ પ્રકટ કરે છે અને તે જાતની પ્રવૃત્તિ કરનારા આત્માને (ચિત્તવૃત્તિઓને) છોડી દે છે. આવું વંદના શિષ્ય બે વાર કરે છે, તેનો હેતુ વિનય ગુણની પુષ્ટિ અથવા ગુરુનું અધિક સન્માન કરવાની વૃત્તિ છે. ગુરુ અને શિષ્યનો સંબંધ એ ઉચ્ચ કોટિનો આધ્યાત્મિક સંબંધ છે. તેમાં સ્વાર્થને સ્થાન નથી. શિષ્યના અનેક સંશયો છેદીને ગુરુ તેને ભાવસમાધિમાં સ્થિર કરે છે. તેમના આ મહદ્ ઉપકારનો બદલો શિષ્ય કેવી રીતે વાળી શકે ? તે જ રીતે શિષ્ય દ્વારા જ્ઞાનની પરંપરા જળવાઈ રહે છે, તેથી તેની ઉપેક્ષા પણ કેમ થઈ શકે ? એટલે શિષ્ય ગુરુની સેવા કરવી જોઈએ, અને ગુરુએ શિષ્યને ખંતથી સન્માર્ગનું જ્ઞાન આપવું જોઈએ. ગુરુ-શિષ્યના આ ઉચિત સંબંધ પર જ ધર્મમાર્ગનું પ્રવર્તન અવલંબિત છે.
(૭) પ્રકીર્ણક આ સૂત્રનું આધાર-સ્થાન આવશ્યકસૂત્રનું વંદનાધ્યયન નામે ત્રીજું અધ્યયન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org