Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૬૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
કુગુરુને વંદન કરવાથી આત્મ-ગુણોની પુષ્ટિ થવાને બદલે હાનિ થાય છે, માટે તેમને અવંદનીય કહ્યા છે.
ગુરુ-વંદનાના ત્રણ પ્રકારો છે : “(૧) ફિટ્ટા-વંદન, (૨) થોભ-વંદન અને (૩) દ્વાદશાવર્ત્ત વંદન.” (વિગત માટે જુઓ સૂત્ર ૩.) તેમાં છેલ્લા ‘દ્વાદશાવર્ત્ત વંદન’–પ્રસંગે આ સૂત્ર બોલવામાં આવે છે, તેથી કેટલાક સ્થળે તેનો ‘દ્વાદશાવર્ત વંદન' તરીકે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગુરુચરણની સ્થાપનાને સ્પર્શ કરી નિજ-લલાટે સ્પર્શ કરવો, તે ‘આવર્ત’ કહેવાય. તેવા છ આવર્તો એક વંદનમાં આવે છે. એટલે બે વાર વંદન કરતાં બાર ‘આવર્તો' થાય છે.
ગુરુ-વંદનને “વંદન, ચિતિકર્મ, કૃતિકર્મ, પૂજાકર્મ કે વિનયકર્મ’ કહેવામાં આવે છે. ‘વંદ્ળ-વિજ્ઞ-માિં, પૂયામાં ૨ વિળયમાંં ત્ર' (આ. નિ. ૩) તેમાં દ્વાદશાવર્ત્ત વંદનને માટે ‘કૃતિકર્મ’ શબ્દનો પ્રયોગ વિશેષ થાય છે.
‘ગુરુ-વંદન’નો ખાસ અર્થ શાસ્ત્રકારોએ નીચે મુજબ કરેલો છે :'वन्दनं वन्दनयोग्यानां धर्माचार्याणां पञ्चविंशत्यावश्यकविशुद्धं द्वात्रिंशद्दोषरहितं नमस्करणम्' (યો. સ્વો. વૃ. પૃ. ૨૩૪). ‘વંદન’ એટલે વંદન યોગ્ય ધર્માચાર્યોને ૨૫ આવશ્યકોથી વિશુદ્ધ અને ૩૨ દોષોથી રહિત કરવામાં આવેલો નમસ્કાર. તેમાં ૨૫ આવશ્યકની ગણતરી તેઓ આ રીતે કરાવે છે ઃ "दो ओणयं अहाजायं किइकम्मं बारसावयं चउसिरं तिगुत्तं च दुपवेसं एगनिक्खमणं ॥"
-આવશ્યકનિયુક્તિ ગા. ૧૨૦૨ (આ. હા. પૃ. ૫૪૨-૫૪૩) “બે અવનત, યથાજાત મુદ્રા, દ્વાદશાવર્ત અને કૃતિકર્મ, ચાર શિરોનમન, ત્રણ ગુપ્તિ, બે પ્રવેશ અને એક નિષ્ક્રમણ.''
બે વખતના વંદનમાં આ ક્રિયાઓ નીચે મુજબ થાય છે :
૨ ‘અવનત' : ઇચ્છામિ ખમાસમણો ! નિસીહિઆએ બોલતી વખતે પોતાનું અર્ધું શરીર નમાડી દેવામાં આવે છે, તે પ્રથમ અર્ધવનત-બેવારના વંદનમાં બે અર્ષાવનત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org