Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૪૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
(૬) સૂત્ર-પરિચય. વિચારનો સાર તત્ત્વજ્ઞાન છે; તત્ત્વજ્ઞાનનો સાર ધર્મ છે; અને ધર્મનો સાર “આચાર' છે. તેથી જ અનુભવી પુરુષોએ કહ્યું છે કે- માવદ પ્રથમો. ઘર્ષ:'-આચાર એ પહેલો ધર્મ છે. અર્થાત્ જ્યાં આચારની મુખ્યતા નથી, ત્યાં ધર્મની સંભાવના નથી. પરંતુ “આચાર અથવા આચરણ' એ સહેલી વસ્તુ નથી. કલ્પનાના ઘોડા ગમે તેમ દોડી શકે છે, તર્કથી ગમે તેવી વસ્તુ પુરવાર કરી શકાય છે અને તત્ત્વજ્ઞાનથી મનને એક પ્રકારનું સમાધાન પણ સાંપડે છે, પરંતુ તેમાં પ્રતિપાદિત કરેલા સિદ્ધાંતોને જીવનમાં ઉતારવા તે તો કોઈ વીરલા પુરુષો જ કરી શકે છે. સંસ્કારોની પ્રબળતાને જીતવી એ ઘણું કપરું કામ છે.
“આચાર સંબંધી જુદા જુદા ધર્મ-પ્રવર્તકોએ જુદી જુદી વ્યાખ્યાઓ કરી છે. કોઈએ માત્ર શૌચને જ “આચાર' કહ્યો છે, તો કોઈએ કુલ-ક્રમાગત રિવાજને જ “આચાર' કહ્યો છે, તો કોઈએ વળી માંસાહાર, મદિરા-પાન, મસ્ય-ભક્ષણ, મુદ્રા અને મૈથુન-એ પાંચ પ્રકારનાં નિદ્યકર્મને પણ એક પ્રકારનો “આચાર' ગણાવ્યો છે. અને તેનાથી શીઘ્ર મુક્તિ મળે છે એવું નિરૂપણ કરીને એક પ્રકારની ભ્રમજાળ પણ લાવી છે. એટલે “આચાર” કોને કહેવો ? એ સહુથી પહેલાં વિચારવા યોગ્ય છે.
તે માટે યોગ અને આત્મ-વિદ્યાના પરમનિષ્ણાત એવા નિગ્રંથનાયકોએ જણાવ્યું છે કે
_ 'नाणम्मि दंसणम्मि, चरणम्मि तवम्मि तह य वीरियम्मि आयरणं નાયાશે.”
અર્થાત જે આચરણથી જ્ઞાનની પ્રાપ્તિ થાય, જ્ઞાનની વૃદ્ધિ થાય કે જ્ઞાનનો પ્રકાશ થાય, જે આચરણથી દર્શનની પ્રાપ્તિ થાય, દર્શનની શુદ્ધિ થાય કે દર્શનનો વિકાસ થાય, જે આચરણથી ચારિત્રની નિર્મલતા પ્રગટે, જે આચરણથી તપનું અનુષ્ઠાન થાય અને જે આચરણથી જ્ઞાનાદિ માટે પ્રબલ પુરુષાર્થ જાગ્રત થાય, તે “આચાર” છે. અર્થાત જે ક્રિયાઓ આમાંના કોઈ પણ ઉદ્દેશની પૂર્તિ કરતી નથી, તેને “આચાર' ગણી શકાય નહિ. “આચાર' બે પ્રકારનો છે : એક “લૌકિક અથવા દ્રવ્ય” અને બીજો “લોકોત્તર કે ભાવ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org